20 કરોડ, હવાલા રેકેટ, જાણો શું છે આખો વિવાદ જેમાં ફસાયા અહમદ પટેલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ માટે થનારા મતદાનનું કાઉન્ટડાઉન હવે શરુ થઈ ગયું છે. રાજનૈતિક દળોમાં એકબીજા પર આરોપો લગાવવાનો ક્રમ ચાલુ છે. આ વચ્ચે છેલ્લા 48 કલાકમાં થયેલી આયકર વિભાગની કાર્યવાહીથી રાજકારણ ગરમાયું છે. પહેલા મધ્યપ્રદેશમાં થયેલી રેડમાં 281 કરોડની સંપત્તિ મળી આવી તો દિલ્હીમાં કોંગ્રેસના નેતા અહમદ પટેલના એક નજીકના વ્યક્તિના ત્યાં પણ રેડ થઈ.

અહેમદ પટેલ સાથે જોડાયેલો મામલો હવાલા સાથે જોડાયેલો છે. ત્યારબાદ તેઓ ફરીથી નિશાને આવ્યા છે. ત્યારે આખરે આની પાછળની આખી સ્ટોરી શું છે અને કોંગ્રેસનું નામ આમાં ક્યાંથી આવ્યું આવો સમજીએ.

હકીકતમાં દિલ્હીમાં અહમદ પટેલના અકાઉન્ટન્ટ એસએમ મોઈનના ઘરે મોટી રેડ કરવામાં આવી જેની સ્ટોરી મધ્યપ્રદેશથી શરુ થાય છે. જ્યાં મુખ્યપ્રધાન કમલનાથના ઓએસડીના ઠેકાણાઓ પર રેડ પડી હતી. તેના સાથે તાર જોડતા તો સામે આવ્યું કે હવાલા દ્વારા દિલ્હીમાં 20 કરોડ રુપિયા મોકલવામાં આવ્યા.

જ્યારે વાત આગળ વધી તો ખ્યાલ આવ્યો કે આ પૈસા દિલ્હી કોંગ્રેસ ઓફિસમાં રિસીવ કરવામાં આવ્યા છે જેમાં એસએમ મોઈને આ પૈસા રિસીવ કર્યા છે. મોઈનને અહમદ પટેલનો નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે. અહમદ પટેલનું નામ આ મામલે ત્યારે સામે આવ્યું કે જ્યારે ઈનકમ ટેક્સ વિભાગના હાથે એ ફોટો લાગ્યો જેમાં અહમદ પટેલ અને એસએમ મોઈન એકસાથે હતા.

ઈનકમ ટેક્સ વિભાગે પોતાના નિવેદનમાં કહ્યું કે કેશનો કેટલોક ભાગ દિલ્હીમાં ઉપસ્થિત અને મોટા રાજનૈતિક વિભાગની ઓફિસમાં ટ્રાંસફર થયો હતો, જેમાં શામિલ 20 કરોડ રુપિયા હવાલા દ્વારા પાર્ટીના એક મોટા નેતાને આપવામાં આવ્યા જેમનું આવાસ સ્થાન તુગલક રોડમાં છે.

આ આખા મામલે આવકવેરા વિભાગે દિલ્હી, એનસીઆર, ભોપાલ, ઈન્દોર અને ગોવામાં છાપેમારી કરી. જણાવવામાં આવી રહ્યું છે કે આશરે 300 અધિકારીઓએ આ સર્ચ ઓપરેશન ચલાવ્યું અને 52 જગ્યાએ રેડ પાડી.

આ મામલે વિવાદ વધ્યો તો અહમદ પટેલના એક નજીકના સુત્રએ સ્પષ્ટતા આપી. સુત્ર અનુસાર અહમદ પટેલ પાર્ટીના કોષાધ્યક્ષ છે અને જેના ઘરે આયકર વિભાગે રેડ કરી છે તે એસએમ મોઈન તેમનો જ અકાઉન્ટન્ટ છે. સોમવારના રોજ તે આખોદિવસ ઓફિસ નહોતો આવ્યો અને જણાવવામાં આવ્યું કે તે બિમાર છે. અહમદ પટેલ સાંજે તેના ઘરે તેના ખબર-અંતર પૂછવા પહોંચ્યા તે સમયે તેમને રેડ મામલે કોઈ જાણકારી નહોતી. તેમને ત્યાં જવા માટે પણ કોઈએ રોક્યા નહોતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]