નવી દિલ્હીઃ ડીઆઈએચએઆરના ડિરેક્ટર ઓપી ચોરસિયાનું કહેવું છે કે આ પ્રયોગશાળામાં માટીની ઓછી જગ્યામાં ખેતી કેવી રીતે થાય અને ઉંચા પહાડો પર તહેનાત સૈનિકોને લીલા શાકભાજી કેવી રીતે મળી શકે તેના પર અમે ટેક્નિક વિકસાવી છે. આ ટેક્નિકમાં પ્લાસ્ટિકની નાની નાની પાઈપોમાં શાકભાજીના બીજથી સીધા છોડ તૈયાર થાય છે. ઓપી ચોરસીયાનું કહેવું છે કે દુર્ગમ પરિસ્થિતિઓમાં પણ આ ટેક્નિક દ્વારા પાક 30 દિવસમાં તૈયાર થઈ જાય છે જ્યારે સામાન્ય રીતે આ પ્રકારના પાકને તૈયાર થવામાં 45 દિવસ જેટલો સમય લાગે છે.
ડીઆરડીઓની ગ્રીન લેબોરેટરીમાં ઘણા શાકભાજી પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ જ રીતે પશ્ચિમી દેશોમાં મળનારું જુકિની નામનું શાકભાજી ઉગાડવામાં આવે છે. સામાન્ય રીતે આ શાકભાજી પશ્ચિમી દેશોમાં જમવાનો પ્રમુખ ભાગ છે. પ્રયોગશાળામાં ઉગાડવામાં આવી રહેલા જુકિનીનો આકાર અને ચમક ભારતના બજારોને મળનારા જુકિનીથી ઘણી વધારે સારી છે.
ડીઆરડીઓએ ફ્રૂટ લેબોરેટરી પણ બનાવી છે. આ લેબોરેટરીમાં સફરજન અને ખુમારનીના વૃક્ષ ઉગાડવામાં આવ્યા છે. આ પ્રયોગશાળામાં ખુમારીનો એ પાક તૈયાર કરવામાં આવ્યો છે કે જેણે ગિલગિતના સ્વાદને પણ પાછળ છોડી દીધો છે. વૈજ્ઞાનિકોએ અહીંયાની ખુમાનીને પેટન્ટ કરાવી છે. ડીઆઈએચએઆરના વૈજ્ઞાનિક ડોક્ટર સેરિંગનું કહેવું છે કે ફળોનો આ પાક દુનિયામાં સૌથી વધારે સારો છે અને આવી ખુમાનીનો સ્વાદ અન્ય કોઈ જગ્યાએ નહી મળે.
વૈજ્ઞાનિક ડોક્ટર સેરિંગનું કહેવું છે કે અહીંયાની ટેક્નોલોજી એ ખેડુતોને આપવામાં આવે છે જેનાથી મેદાની વિસ્તારોમાં ખેડુતો જ્યાં એક હેક્ટરમાં દોઢ લાખ રુપિયા કમાય છે ત્યાં જ લદ્દાખમાં આના દ્વારા 10 થી 12 લાખ રુપિયા કમાઈ શકે છે.
ડીઆરડીઓની આ પ્રયોગશાળામાં સૌથી ચમત્કારી પ્રયોગ કે જે વિષમ પરિસ્થિતીઓમાં ભારતીય સેનાની તાકાત બનશે. વડાપ્રધાન મોદીએ જમ્મૂ કાશ્મીર અને લદ્દાખના મુદ્દે પોતાની વાત કહેતા સંજીવનીનો ઉલ્લેખ કર્યો હતો. લેહમાં સ્થિત ડીઆરડીઓની આ ગ્રીન લેબોરેટમાં સોલો નામક એક વનસ્પતી પર શોધ કરવામાં આવી રહી છે જેના ગુણ રામાયણમાં ઉલ્લેખાયેલી સંજીવની સાથે મળતા આવે છે.
ડીઆરડીઓ પ્રયોગશાળાના ડિરેક્ટર ડોક્ટર ઓપી ચોરસીયાનું કહેવું છે કે આ વનસ્પતિમાં શારીરિક ક્ષમતાને વધારવા, હાઈ એલ્ટીટ્યૂડ સિકનેસને પહોંચી વળવા, રેડીએશન અને કેન્સર સામે લડવા સહિત તમામ બિમારીઓ સામે લડવાની ક્ષમતા છે. જો સિયાચીન જેવા પહાડોમાં બેઠેલા આપણા ફોજીઓને સોનૂ વનસ્પતિથી બનેલી દવાઓ મળે તો તેમની ક્ષમતા ઘણા અંશે વધી જશે.