નવી દિલ્હીઃ એક અધ્યયન અનુસાર 2017 માં પ્રત્યેક સાત પૈકી એક ભારતીય અલગ-અલગ પ્રકારના માનસિક વિકારોથી પીડિત રહ્યા જેમાં ડિપ્રેશન અને અસ્વસ્થતાના કારણે લોકો સૌથી વધારે લોકો પીડાયા. માનસિક વિકારના કારણે બીમારીઓના વધતા બોજ અને 1990 થી ભારતના પ્રત્યેક રાજ્યમાં તેના ચલણના પહેલા અનુમાનમાં દર્શાવવામાં આવ્યું છે કે બિમારીઓના કુલ બોજમાં માનસિક વિકારોનું યોગદાન 1990 થી 2017 વચ્ચે બેગણું થઈ ગયું.
આ માનસિક વિકરોમાં ડિપ્રેશન, અસ્વસ્થતા, શિજોફ્રેનિયા, બાઈપોલર વિકાર, વિકાસ સંબંધિત અજ્ઞાત બૌદ્ધિક વિકૃતિઓ સહિતની બિમારીઓનો સમાવેશ થાય છે. આ અધ્યયન ઈન્ડિયા સ્ટેટ લેવલ ડિસીઝ બર્ડન ઈનિશિએટિવ દ્વારા કરવામાં આવ્યું કે જે લાંસેટ સાઈકૈટ્રીમાં પ્રકાશિત થયું છે. સોમવારના રોજ પ્રકાશિત અધ્યયનના પરિણામો અનુસાર વર્ષ 2017 માં 19.7 કરોડ ભારતીય માનસિક વિકારથી પરેશાન હતા, જેમાંથી 4.6 કરોડ લોકોને ડિપ્રેશન અને 4.5 લાખ લોકો અસ્વસ્થતાના વિકારના દર્દી હતા.
ડિપ્રેશન અને અસ્વસ્થતા સૌથી સામાન્ય માનસિક વિકાર છે અને તેનો પ્રસાર ભારતમાં સતત વધી રહ્યો છે અને દક્ષિણી રાજ્યો તેમજ મહિલાઓમાં આનો દર સૌથી વધારે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે આધેડ લોકો ડિપ્રેશનથી વધારે પીડાય છે જે ભારતમાં વૃદ્ધાવસ્થા તરફ વધતી જનસંખ્યાને લઈને ચિંતા દર્શાવે છે. સાથે જ આમાં કહેવામાં આવ્યું છે કે ડિપ્રેશનનો સંબંધ ભારતમાં આત્મહત્યાના કારણે થતા મૃત્યુ સાથે પણ છે.
કુલ બીમારીઓના બોજમાં માનસિક વિકારોનું યોગદાન 1990 થી 2017 વચ્ચે બેગણુ થઈ ગયું, જે આ વધતા બોજને નિયંત્રીત કરવાની પ્રભાવી રણનીતિને લાગૂ કરવાની જરુરત તરફ ઈશારો કરે છે. એમ્સના પ્રોફેસર અને અને મુખ્ય સંશોધક રાજેશ સાગરે કહ્યું કે, આ બોજને ખતમ કરવા માટે માનસિક સ્વાસ્થ્યને સામે લાવવા માટે દરેક સ્તર પર કામ કરવાનો સમય છે. આ અધ્યયનમાં સામે આવેલી સૌથી રસપ્રદ વાત, બાળપણના માનસિક વિકારોના બોજમાં સુધારાની ધીમી ગતિ અને દેશના ઓછા વિકસિત રાજ્યોમાં આચરણ સંબંધિત વિકાર છે, જેની યોગ્ય રીતે તપાસ કરવાની જરુર છે.