મંદિર જવા માટે પણ લેવી પડશે મંજૂરીઃ યુનિવર્સિટીમાં ભારે બબાલ

ભોપાલઃ મધ્ય પ્રદેશના ભોપાલની બરકતુલ્લા યુનિવર્સિટીમાં સુંદરકાંડ અને મંદિર જવાને લઈને એક વિવાદ થયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનો આરોપ છે કે ચીફ વોર્ડન આયશા રઇશના આદેશ પર તેમને સુંદરકાંડ વાંચવા અને તેમને રોકવા અને માફીનામું લખાવવામાં આવ્યું હતું.

આને કારણે યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો હતો. વિદ્યાર્થીઓ આ નિયમની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આ વિવાદને મામલે યુનિવર્સિટીના ચીફ વોર્ડને કહ્યું હતું કે આ ધાર્મિક મુદ્દો નથી અને આ મુદ્દો ઉકેલી નાખવામાં આવ્યો છે. મુદ્દો ક્યાંય જવાનો નથી, આ મુદ્દો વહીવટનો છે. વાઇસ ચાન્સેલરે એક કમિટી બનાવી દીધી છે. તેઓ હજી તપાસ કરશે. બાળકો અમારા ઔલાદની જેમ છે, તેમને કાંઈ થવું ના જોઈએ, જેથી માતા-પિતાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને અમે પ્રેમ કરી શકીએ. અમારે તેમને સુરક્ષા આપવાની છે, જેથી તેઓ ખુશ થઈને ભણી શકે.

આ વિવાદને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) યુનિવર્સિટી સત્તાવાળાની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંસ્થાના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના મુખ્ય ગેટ પાસે એકત્ર થઈને રામધૂનનું આયોજન કરીને આ મુદ્દે સદબુદ્ધિની અપીલ કરી હતી. ABVPના અધ્યક્ષ દિવાકર શુક્લાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને મંદિર જવાના અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી અટકાવવાની આ કાર્યવાહી નિંદનીય છે અને એની વિરુદ્ધ તેમનો વિરોધ જારી રહેશે. હિન્દુ સંગઠનોમાં આ મામલે ઘેરી નારાજગી છે. તેમનું કહેવું છે કે આ મામલામાં ઉચિત કાર્યવાહી નથી કરવામાં આવી. તેઓ રસ્તા પર ઊતરીને વિરોધ કરશે.