15 ઓગસ્ટે વિદ્યાર્થીએ નજીવી બાબતમાં ટીચરની મારપીટ કરી

નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટે દરેક તરફ આનંદ-ઉલ્લાસનું વાતાવરણ હતું. સ્કૂલ-કોલેજોમાં બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા હતા. દેશમાં વિવિધ જગ્યાઓએ ધ્વજારોહણ કરવામાં આવ્યા હતા અને મીઠાઈઓ વહેંચવામાં આવી હતી.

બિહારના બક્સર જિલ્લાના એક ગામમાં વિદ્યાર્થીએ શિક્ષકની સાથે ગેરવર્તણૂક કરી અને પછી તેમની મારપીટ કરી હતી. આ મારપીટનું બહુ બહુ હાસ્યાસ્પદ છે. વિદ્યાર્થીનો આરોપ છે કે તને મીઠાઈ નહોતી આપવામાં આવી હતી. તેણે પૂછ્યું કે તેને મીઠાઈ કેમ નહીં આપી. બક્સર જિલ્લાના ચૌગાઈના મુરાર પોલીસ સ્ટેશન ક્ષેત્રની એક સ્કૂલમાં સ્વતંત્રતા દિવસના પ્રસંગે ધ્વજારોહણ પછી બધા વિદ્યાર્થીઓને લાડુ આપવામાં આવ્યા હતા. એ દરમ્યાન અચાનક એક વિદ્યાર્થી ત્યાં આવ્યો અને શિક્ષકોથી ઝઘડવા લાગ્યો. તેનો આરોપ હતો કે તેને લાડુ નહીં આપવામાં આવ્યો. 

શિક્ષકોની ઝઘડ્યા પછી આરોપી વિદ્યાર્થી ત્યાંથી ચાલ્યો ગયો હતો. એ ગામમાં બે શિક્ષકો પંકજકુમાર અને હનન કુમારની પકડીને મારપીટ કરવામાં આવી હતી. આરોપી વિદ્યાર્થી બંજરિયા ગામનો રહેવાસી હતો. આ મામલે શિક્ષકોનુ કહેવું હતું કે આરોપી વિદ્યાર્થી તેમની સ્કૂલનો વિદ્યાર્થી નહોતો. તે ત્યાં તોફાન કરવા માટે જ આવ્યો હતો. સ્થાનિક પોલીસે કહ્યું હતું કે તેમને શિક્ષકો સાથેમી મારપીટની માહિતી છે, પણ અત્યાર સુધી શિક્ષકોએ કોઈ ફરિયાદ નથી આપી.આ ઘટનાની ગામઆખામાં અને આસપાસનાં ક્ષેત્રોમાં ભારે ચર્ચા થઈ રહી છે.