એક પણ હિન્દૂને દેશ છોડીને નહીં જવુ પડે: મોહન ભાગવત

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે અસમમાં એનઆરસીને લઈનો મોટું નિવેદન સામે આવ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, એક પણ હિન્દૂને દેશ છોડીને નહીં જવુ પડે. માનવામાં આવી રહ્યું છે કે, ભાગવતે આ ટિપ્પણી સંઘ અને ભાજપ સહિત તેમની સાથે જોડાયેલા સંગઠનોની બંધ બારણે થયેલી સમન્વય બેઠક દરમ્યાન કરી. સમન્વય બેઠક પછી સંઘના એક પદાધિકારીએ કહ્યું કે, મોહન ભાગવતજીએ સ્પષ્ટ કહ્યું કે, એક પણ હિન્દૂએ દેશ છોડવો નહીં પડે. તેમણે કહ્યું કે, અન્ય રાષ્ટ્રોમાંથી ત્રાસ અને પીડા ભોગવીને ભારત આવેલા હિન્દૂ અહીં જ રહેશે. મહત્વનું છે કે, અસમમાં એનઆરસીની 31 ઓગસ્ટે જાહેર થયેલી અંતિમ યાદીમાં 19 લાખથી વધુ લોકોના નામ નથી.

સંઘ સુત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં હાજર કેટલાક નેતાઓ એ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરની કવાયદ શરુ કર્યા પહેલા રાજ્યમાં નાગરિકતા (સંશોધન) બિલને  લાગૂ કરવાની જરૂરીયાતને પણ રેખાંકિત કરી. બેઠકમાં સામેલ એક વરિષ્ઠ નેતાએ કહ્યું, કે બંગાળમાં પહેલા નાગરિકતા સંશોધન બિલ લાગૂ થશે અને ત્યારબાદ એનઆરસી લાવવામાં આવશે. રાજ્યના હિન્દૂઓએ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

રાજસ્થાનમાં ચાલુ મહિનાની શરુઆતમાં સંઘની ત્રણ દિવસીય વાર્ષિક સમન્વય બેઠક દરમિયાન ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે, અસમમાં એનઆરસીની અંતિમ યાદીમાં કેટલાક વાસ્તવિક લોકો રહી ગયા છે જેમાંથી મોટાભાગના હિન્દૂ હતાં. મોહન ભાગવત 19 સપ્ટેમ્બરે કોલકાતા પહોંચ્યા હતાં. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષના નેતૃત્વમાં પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ પણ આ બેઠકમાં સામેલ છે.