રેલવેનું ખાનગીકરણ નહીં કરાય; તમામ સંપત્તિ સરકારની

નવી દિલ્હીઃ કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભા બાદ રાજ્યસભામાં પણ જાહેરાત કરી દીધી છે કે ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. રેલવે સેવાનું ખાનગીકરણ કરવાનો સરકારનો કોઈ વિચાર નથી.

વૈષ્ણવે સ્પષ્ટ કરી દીધું છે કે રેલવે સ્ટેશનો, રેલવેના પાટા, સિગ્નલિંગ સિસ્ટમ, ટ્રેનના ડબ્બા, એમ બધું જ ભારત સરકારની માલિકીનું છે અને રહેશે. ભારતીય રેલવેની કામગીરીનું કુશળ રીતે સંચાલન કરી શકાય એ માટે તમામ રાજ્યો કેન્દ્ર સરકારને સહકાર આપે એવી વૈષ્ણવે રાજ્ય સરકારોને વિનંતી પણ કરી છે.