બિહારમાં હવે NDA સરકાર બની ગઈ છે. નીતીશ કુમારે મહાગઠબંધન સાથે છેડો ફાડીને NDA ગઠબંધનમાં જવાનો નિર્ણય લીધો છે. આજે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે નીતીશ કુમારને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા છે. આ સાથે જ નીતીશ કુમાર બિહારના 9મી વખત મુખ્યમંત્રી બન્યા છે. ત્યારબાદ વિજય કુમાર સિન્હા અને સમ્રાટ ચૌધરીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે ત્રણેયને શપથ લેવડાવ્યા હતા.
મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બાદ અન્ય 8 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા હતા. જેમાં જેડીયૂના ત્રણ વિજય ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ અને પ્રેમ કુમારે શપથ લીધા છે. તો હિન્દુસ્તાની આવામ મોરચાના સંતોષ કુમાર સુમન(સંતોષ માંઝી) અને અપક્ષ ધારાસભ્ય સુમિત કુમાર સિંહે મંત્રી પદના શપથ લીધા.
