સિંધુ બોર્ડર પર હત્યારા નિહંગેએ કહ્યું, ‘કોઈ પસ્તાવો નથી’

નવી દિલ્હીઃ સિંધુ બોર્ડર પર ખેડૂતોના ધરણાંસ્થળની પાસે યુવકની હત્યાની જવાબદારી લેવાવાળા નિહંગ સરવજિત સિંહે કહ્યું હતું કે તેને ‘કોઈ પસ્તાવો નથી’. નિહંગ સરવજિતે ગઈ કાલે આત્મસમર્પણ કર્યા પછી આજે એક સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ કોર્ટ પાસેથી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા.

પંજાબના તરનતારન જિલ્લાના 35 વર્ષીય લખબીર સિંહનું શબ ગઈ કાલે પોલીસે બેરિકેડથી મેળવ્યું હતું. તેનો ડાબો હાથ અને જમણો પગ કપાયેલો હતો. આવી નિર્મમ હત્યા કરવાના કમસે કમ ત્રણ વિડિયો વાઇરલ થયા હતા, જેમાં નિહંગોનું એક મોટું જૂથ લોહીથી લથબથ અને દર્દમાં દેખાઈ રહેલાં લખબીર સિંહને ચારે બાજુથી ફેલાયેલું હતું.

એક વિડિયોમાં લખબીર સિંહનો ડાબો હાથ કાપ્યા પછી જૂથ તેના પર ઊભો હતો, જ્યારે બીજો વિડિયોમાં લખબીર સિંહને મર્યા પછીની ક્ષણોમાં દેખાડવામાં આવ્યો હતો. જોકે આ વિડિયોની પુષ્ટિ નથી કરવામાં આવી.  ગઈ કાલે સવારે અહેવાલોમાં દાવો કરવામાં હતો કે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબને અપવિત્ર કરવા બદલ લખબીર સિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો.

નિહંગોએ લખબીરને મારપીટ કરીને મારી નાખવામાં આવ્યો હતો. તેના હાથ-પગ કાપી કાઢવામાં આવ્યા હતા અને તેને પોલીસ બેરિકેડ્સથી બાંધી દેવામાં આવ્યો હતો.

ગયા વર્ષે નિહંગોએ પટિયાલામાં પંજાબના એક સૈનિકનો હાથ તલવારથી કાપી કાઢ્યો હતો. એ સૈનિકે લોકડાઉનમાં મુવમેન્ટ પાસ દેખાડવા માટે કહ્યું હતું.