નવજોત સિંહ સિદ્ધુએ કોંગ્રેસને ધમકાવતાં નિર્ણય લેવાની છૂટ માગી

ચંડીગઢઃ ઘણી ખેંચતાણ અને મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ ની ઇચ્છા વિરુદ્ધ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવેલા નવજોત સિંહ સિદ્ધુએ પાર્ટીને ધમકાવતાં નિર્ણય લેવાની છૂટ આપવા કહ્યું છે. સિદ્ધુએ કહ્યું હતું કે તેમને નિર્ણય લેવાની સ્વતંત્રતા નહીં અપાય તો તે ઈંટથી ઈંટ બજાવી દેશે. ક્રિકેટરથી રાજકારણી બનેલા સિદ્ધુએ એ વાત એવા સમયે કહી છે, જ્યારે પાર્ટી દ્વારા અલ્ટિમેટમ અપાતાં તેમના સલાહકાર માલવિન્દર સિંહને રાજીનામું આપવું પડ્યું હતું.

પ્રદેશ કોંગ્રેસપ્રમુખ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું હતું મેં પાર્ટીના હાઇ કમાનને નિર્ણય લેવાની મંજૂરી આપવા કહ્યું હતું, જેથી હું કોંગ્રેસ આગામી બે દાયકા સુધી સમૃદ્ધ રહે. પંજાબમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે.

ભાજપથી કોંગ્રેસમાં પહોંચેલા નવજોત સિદ્ધના એલાન પર પંજાબના કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે મિડિયાની અટકળોને આધારે હું તેમને સવાલ નથી પૂછતો. રાજ્ય કોંગ્રેસના પ્રભારીએ સિદ્ધુના સલાહકારોને હટાવવા માટે દબાણ બનાવ્યું હતું. સલાહકારોના નિવેદન મુદ્દે હરીશ રાવતે કહ્યું હતું કે નવજોત સિંહે કલાહકારો હટાવવા જોઈએ અને તે આવું કરવામાં નિષ્ફળ રહે તો પાર્ટી તેમને દૂર કરશે. રાવતનો એ સંદેશ મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહની વિરુદ્ધ બળવાના એક નવા વિસ્ફોટ પછી આવ્યું છે. તેમણે સિદ્ધુના સલાહકારોની ટિપ્પણીને ખોટી માનસિકતાવાળી ગણાવી હતી.

સિદ્ધુના સલાહકાર માલવિન્દર સિંહે શુક્રવારે આપ્યું હતું. પોતાનાં વિવાદિત નિવેદનોથી લાઇલાઇટમાં આવેલા માલીએ રાજીનામાની માહિતી આપી હતી.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]