- મુંબઈઃ અહીંના કુર્લા ઉપનગરમાં આવેલી નાઈક નગર સોસાયટીમાં ચાર-માળવાળા મકાનની એક વિંગ જમીનદોસ્ત થતાં 19 જણના કરૂણ મરણ નિપજ્યા છે જ્યારે બીજા 13 જણ ઘાયલ થયા છે. મકાન દુર્ઘટના ગઈ કાલે મધરાતની આસપાસના સમયે બની હતી.
મકાન બિસ્માર હાલતમાં હતું અને એમાંના રહેવાસીઓને મકાન ખાલી કરી દેવાની મહાનગરપાલિકા તરફથી વારંવાર ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ રહેવાસીઓએ ત્યાં રહેવાનું ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો. મકાનની એક વિંગ તૂટી પડ્યા બાદ બીજી વિંગને ખાલી કરી દેવામાં આવી હતી. તે વિંગ પણ બિસ્માર હાલતમાં જ છે.
કાટમાળ નીચેથી 23 જણને બચાવી લેવામાં આવ્યા છે. છ મૃતકોનાં નામ છેઃ કિશોર પ્રજાપતિ (20), સિકંદર રાજભર (21), અરવિંદ રાજેન્દ્ર ભારતી (19), અનુપ રાજભર (18), અનિલ યાદવ (21), શ્યામુ પ્રજાપતિ (18).
