મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના નંબર-1 શ્રીમંત

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ એશિયા ખંડના સૌથી શ્રીમંત વ્યક્તિ તરીકેનું બિનસત્તાવાર બિરુદ ફરી હાંસલ કરી લીધું છે. એમણે યાદીમાં ગૌતમ અદાણીને પાછળ રાખી દીધા છે. આ બંને ઉદ્યોગપતિ વચ્ચે સંપત્તિ-ભેદ માત્ર એક અબજ ડોલરનો રહ્યો છે.

બ્લૂમબર્ગની અબજોપતિઓના ઈન્ડેક્સ અનુસાર, અંબાણીની નેટ સંપત્તિ 99.7 અબજ ડોલર છે જ્યારે અદાણી ગ્રુપના સ્થાપક અદાણીની સંપત્તિનો આંક 98.7 અબજ ડોલર થવા જાય છે.