મંકીપોક્સની પણ રસી આવશે?

મુંબઈઃ ભારતમાં મંકીપોક્સ વાઈરસના ચાર કેસ નોંધાયા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ વાઈરસને જાગતિક જાહેર આરોગ્ય સંકટ તરીકે ઘોષિત કર્યો છે ત્યારે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ કહ્યું છે કે તાકીદની પરિસ્થિતિમાં કામ આવે એ માટે શીતળા રોગની રસીની જથ્થાબંધ પ્રમાણમાં આયાત કરવાની શક્યતાનો તેઓ અભ્યાસ કરી રહ્યા છે. એનડીટીવીના અહેવાલ મુજબ, પૂનાવાલાએ કહ્યું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ મંકીપોક્સ માટેની એક રસીનું નિર્માણ કરવા વિશે નોવોવેક્સ સાથે ચર્ચા કરી રહી છે. લાઈસન્સ હેઠળ શીતળા-વિરોધી રસીનું જથ્થાબંધ ઉત્પાદન કરવાની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ક્ષમતા ધરાવે છે.

મંકીપોક્સ વાઈરસ શીતળા (શીળી) ચેપી રોગના વર્ગનો હોવાનું કહેવાય છે.