નવી દિલ્હીઃ આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપ્યા બાદ મોદી સરકાર વધુ એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ સામાન્ય, ઓબીસી અને એસસી-એસટી અનામતને લાગુ કરવા માટે સરકાર બજેટ સત્રમાં એક બિલ લાવી શકે છે. આગામી સત્ર એટલે કે જુલાઈ 2019થી દેશની દરેક સરકારી, બિન સરકારી હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવામાં આવશે. કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ માટે સમગ્ર દેશની હાયર એજ્યુકેશન સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં અંદાજે 25 ટકા સીટો વધારવામાં આવશે.
આર્થિક રીતે પછાત સવર્ણોને અનામત આપ્યા બાદ મોટી સરકાર વધુ એક મોટુ પગલું ભરે તેવી શક્યતાઓ છે. પ્રાઈવેટ સંસ્થાઓમાં પણ સામાન્ય, ઓબીસી અને એસસી એસટી અનામતને લાગુ કરવા માટે સરકાર બજેટ સત્રમાં એક બિલ લાવી શકે છે. આગામી સત્ર એટલે કે જુલાઈ 2019થી દેશની દરેક સરકારી, બિન સરકારી હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવામાં આવશે.
કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આ માટે સમગ્ર દેશની હાયર એજ્યુકેશન સંસ્થાઓ અને યુનિવર્સિટીમાં અંદાજે 25 ટકા સીટો વધારવામાં આવશે. પ્રાપ્ત વિગતો અનુસાર ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે સંસદના બજેટ સત્રમાં એક અલગથી બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસથાઓમાં અનામત આપવા માટે 12 વર્ષ પહેલાં સંવિધાન સંશોધન કરવામાં આવ્યું હતું પરંતુ તેને લાગુ કરવામાં આવ્યું નહતું.
એચઆરડી પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, અનામતને 2019-20ના એકેડેમિક સેશનથી જ લાગુ કરવામાં આવશે. અનામતથી એસસી, એસટી અને અન્ય કેટેગરીનો કોટા ડિસ્ટર્બ ન થાય તે માટે અલગથી 25 ટકા સીટો વધારવામાં આવશે. સમગ્ર દેશમાં અંદાજે 40,000 કોલેજ અને 900 યૂનિવર્સિટી અને તે બધામાં વધારે કોટા આપવામાં આવશે.
જાવડેકરે એમ પણ જણાવ્યું કે, એચઆરડી મંત્રાલય, યુજીસી અને અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષણ (AICTE)ના ઉચ્ચ અધિકારીઓની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તેમણે સ્પષ્ટતા નથી કરી કે, કુલ કેટલી સીટ વધારવામાં આવશે. તેમણે કહ્યું છે કે, એક સપ્તાહની અંદર જ આખું માળખું તૈયાર કરી દેવામાં આવશે.