ઊર્જા માર્કેટમાં ફેરફારથી વેલ્થનું સર્જન થશેઃ અદાણી

અમદાવાદઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ વિશ્વમાં ઊર્જા ઉત્પાદન અને ઉપભોગના પ્રકારમાં થઈ રહેલા બદલાવની એક ઝલક સાત ડિસેમ્બરે રજૂ કરી હતી. ઊર્જા બજારમાં નવાં વેપાર મોડલોના આવ્યા પછી મોટા ફેરફારો થવાની સંભાવના છે અને ઇતિહાસ આ સમયને ઊર્જા વેપારમાં પરિવર્તનશીલ યુગ તરીકે યાદ કરશે. મને આશા છે કે ઊર્જા બજારોમાં થઈ રહેલી ચહલપહેલ આગામી બે દાયકાઓમાં લાખો કરોડો ડોલરનું મૂલ્યથી વધુનું સર્જન કરશે અને એનાથી પણ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જે લોકોએ વીજઅછતનો સામનો કર્યો છે, તેમના માટે આ એક નવી આશા જન્માવશે, એમ તેમણે સિંગાપોરના ફિનટેક ફેસ્ટિવલ-2020માં કહ્યું હતું.

અદાણી ગ્રુપના વડા અદાણીએ ફોરમને કહ્યું હતું કે ઊર્જા ક્ષેત્રે થઈ રહેલાં ફેરફારો સ્ટીમ એન્જિન યુગની તુલનાએ ઘણા વિઘટનકારી છે. રિન્યુએબલ ઊર્જા પર મજબૂત વિશ્વાસ દર્શાવતાં તેમણે કહ્યું હતું કે ગ્રીન એનર્જીનાં સોલ્યુશન્સ ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેના ઘટતા ભેદભાવ સાથે કેન્દ્રિત અને વિકેન્દ્રિત ધોરણે અર્થતંત્રોની કામગીરીનો દેખાવ કરે છે.

ઊર્જા ક્ષેત્રે થઈ રહેલી ઊથલપાથલ ઇલેક્ટ્રિફિકેશનની મોબિલિટી, બેટરી કેમિસ્ટ્રીનાં વિવિધ રૂપો, આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ બેઝ્ડ માગ રિસ્પોન્સ સિસ્ટમ્સ અને ડિજિટાઇઝેશનના ચરમ સ્તરોની સાથે આકાર લઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

વૈશ્વિક સ્ટાર્ટઅપ્સ, બિઝનેસ લીડર્સ, ઇન્વેસ્ટર્સ, ઇનોવેશન કોમ્યુનિટી અને ઇકોસિસ્ટમ પ્લેયર્સ સાથે વાત કરતાં અદાણીએ ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોસ ઓલાન્દે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2015માં CoP 21 સમીટના  શિખર સંમેલનમાં ઐતિહાસિક શબ્દોનું આહવાન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય સોલર એલાયન્સનું ગઠબંધન અભૂતપૂર્વ હતું, કેમ કે એના સામાન્ય ઉદ્દેશ માટે 121 દેશો એકજૂટ થયા હતા.

ભારતના ક્લાયમેટના લક્ષ્યાંકને પૂરા કરવા માટે તેમના દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીએ સૌર ઊર્જામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કંપનીએ માત્ર પાંચ જ વર્ષમાં જૂથ રિન્યુએબલ બિઝનેસમાં 2030 સુધીમાં 256 GW ક્ષમતાવાળી વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ કંપની બની જશે, એમ તેમણે કહ્યું હતું.