દુખદ સમાચાર: ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકરનું નિધન

પણજી – ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પરિકરનું આજે સાંજે અહીં એમના નિવાસસ્થાને નિધન થયું છે.

પરિકરને કેન્સર હતું. એ ૬૩ વર્ષના હતા.

પરિકર ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન હતા.

એ ગયા વર્ષના ફેબ્રુઆરીથી પેન્ક્રિયાસના કેન્સરની સારવાર હેઠળ હતા.

પરિકર દેશના એક સક્ષમ, તેજસ્વી, નિષ્ઠાવાન, પ્રમાણિક રાજકારણી હતા. એમની વિદાયથી રાષ્ટ્રને ન પૂરી શકાય એવી ખોટ પડી છે.

પરિકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ચુસ્ત સ્વયંસેવક હતા. એ તેમના સાલસ વ્યક્તિત્વ માટે જાણીતા હતા.

પરિકરનાં પરિવારમાં બે પુત્ર છે – ઉત્પલ, જે અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ગ્રેજ્યુએટ થયા છે અને અભિજાત, જે સ્થાનિક વેપારી છે. પરિકરના પત્ની મેધાનું 2000ની સાલમાં નિધન થયું હતું.

મનોહર પરિકરના દુખદ નિધનથી દેશમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. કેન્દ્ર સરકારે પરિકરના માનમાં આવતી કાલે સોમવારે રાષ્ટ્રીય શોક ઘોષિત કર્યો છે. એમને રાષ્ટ્રીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પાટનગરમાં તિરંગો અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

પરિકર ગોવાના ચાર વખત મુખ્યપ્રધાન બન્યા હતા.

એમને કેન્સરની બીમારી હોવાની સત્તાવાર જાહેરાત ગોવા સરકારે ગયા વર્ષના ઓક્ટોબરમાં કરી હતી. એ અમેરિકામાં સારવાર લેવા પણ ગયા હતા અને દિલ્હીમાં પણ એમની સારવાર કરવામાં આવી હતી.

પરિકરે 2017ની 14 માર્ચે ગોવાના મુખ્ય પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો અને છેલ્લા શ્વાસ સુધી તેઓ એ પદ પર રહ્યા હતા. અગાઉ તેઓ 2000થી 2002 અને 2002થી 2005 સધી અને 2012થી 2014 સુધી મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા.

આઈઆઈટી-બોમ્બેમાંથી એન્જિનિયર બનેલા પરિકરે 2012માં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવી હતી અને મુખ્ય પ્રધાન બન્યા હતા. 2014માં, નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે એમણે પરિકરને સંરક્ષણ પ્રધાન બનાવ્યા હતા. એમની જગ્યાએ ગોવામાં મુખ્ય પ્રધાન લક્ષ્મીકાંત પર્સેકર બન્યા હતા.

પરિકર વડા પ્રધાન મોદીના વિશ્વાસુઓમાંના એક ગણાતા હતા. એમણે 2014ના મેથી 2017ના માર્ચ સુધી સંરક્ષણ પ્રધાન પદ સંભાળ્યું હતું. 2013માં જ્યારે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા વિશે ભાજપમાં આનાકાની થઈ હતી ત્યારે પરિકરે જ સૌથી પહેલા કહ્યું હતું, ‘મોદીને પીએમ ઉમેદવાર ઘોષિત કરો.’

ગોવાના માપુસામાં જન્મેલા પરિકરે મડગાંવમાં સ્કૂલ શિક્ષણ મેળવ્યું હતું.

આવતીકાલે સવારે 9.30-10.30 સુધી પરિકરના પાર્થિવ શરીરને ગોવાના પાટનગર પણજીમાં ભાજપના મુખ્યાલયમાં દર્શનાર્થે રાખવામાં આવશે.

10.30 વાગ્યે પાર્થિવ શરીરને પણજીમાં કલા એકેડેમી ખાતે લઈ જવામાં આવશે.

11.00થી સાંજે 4.00 વાગ્યા સુધી પરિકરના પાર્થિવ શરીરને જાહેર દર્શન માટે રાખવામાં આવશે.

4.00 વાગ્યે પરિકરની અંતિમયાત્રા કાઢવામાં આવશે મીરામાર ખાતે લઈ જવામાં આવશે.

4.30 મીરામાર ખાતે વિધિ કરવામાં આવશે.

5.00 અંતિમ ક્રિયા કરવામાં આવશે.

httpss://twitter.com/narendramodi/status/1107302872616706048

httpss://twitter.com/narendramodi/status/1107303091664244738

httpss://twitter.com/narendramodi/status/1107303288477806592

httpss://twitter.com/AmitShah/status/1107294482700079105

httpss://twitter.com/arunjaitley/status/1107301033028608000

httpss://twitter.com/nsitharaman/status/1107292744609923072

httpss://twitter.com/rajnathsingh/status/1107294795968536577

httpss://twitter.com/Dev_Fadnavis/status/1107301367943782406

httpss://twitter.com/MamataOfficial/status/1107290682186592256

httpss://twitter.com/ncbn/status/1107301485333737472

httpss://twitter.com/ArvindKejriwal/status/1107295822121709568

httpss://twitter.com/OmarAbdullah/status/1107291036693512192

httpss://twitter.com/SrBachchan/status/1107341924568985600

httpss://twitter.com/imbhandarkar/status/1107298969544261633

httpss://twitter.com/duttsanjay/status/1107297866433781760

httpss://twitter.com/RandeepHooda/status/1107297257982816256

httpss://twitter.com/VVSLaxman281/status/1107310374129405952

httpss://twitter.com/CitiznMukherjee/status/1107298359281356800

httpss://twitter.com/ikamalhaasan/status/1107305001590808577