નવી દિલ્હીઃ દિલ્હીની આબકારી નીતિ મામલામાં કોર્ટે આપ નેતા મનીષ સિસોદિયાની EDની ધરપકડ પાંચ દિવસ વધારી દીધી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં EDએ સિસેદિયાના વધારાના રિમાન્ડ આપવા વિનંતી કરી હતી, જેને કોર્ટે માની લીધી હતી. કોર્ટમાં સુનાવણી કરમ્યાન EDએ કહ્યું હતું કે સિસોદિયાએ ફોનને નષ્ટ કર્યો હતો. તેમને એ વિશે પૂછપરછ કરવાની જરીર છે. હજી ઈમેલમાં મળેલા ડેટા, તેમના મોબાઇલ ફોનનું ફોરેન્સિક વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે.
સિસોદિયાના વકીલે કહ્યું હતું કે CBIએ FIRના કેટલાક દિવસોની અંદર ઓગસ્ટ, 2022માં ECIR નોંધ્યો હતો, કોમ્પ્યુટર જપ્ત કરીને તેની તપાસ કરી હતી. હવે બીજી એજન્સી એ પ્રક્રિયાને દહોરાવવા ઇચ્છે છે. એ તર્ક આપતાં સિસોદિયાના વકીલે ED રિમાન્ડ વધારવાની માગનો વિરોધ કર્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમ્યાન સિસોદિયાના વકીલે કહ્યું હતું કે શું ED, CBIની પ્રોક્સી એજન્સીના રૂપે કામ કરી રહી છે? EDએ બતાવવપં પડશે કે પ્રોસીડ ઓફ ક્રાઇમ શો થયો છે? એ નથી જણાવતા કે શું ગુનો થયો છે. કન્ફ્રન્ટ કરાવવા માટે ધરપકડની જરૂર નથી હોતી. સમન્સ જારી કરીને કન્ફ્રન્ટ કરાવી શકાય છે. EDએ કહ્યું હતું કે બે લોકોએ 18,19 માર્ચે નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા. ઈ-મેઇલ, મોબાઇલ ડેટા મળ્યા એનો સામનો કરાવવાનો છે.
EDએ કહ્યું હતું કે તપાસ હજી મહત્ત્વના તબક્કે છે. જો હજી પણ રિમાન્ડ ના મળ્યા તો સારી મહેનત બેકાર થઈ જશે. પૂછપરછ CCTVની નિગરાનીમાં કરવામાં આવી રહી છે. પાંચથી 12 ટકા માલૂમ કરવા અને પ્રોસીડ ઓફ ક્રાઇમને માલૂમ કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી.સિસોદિયાના વકીલે દિનેશ અરોડા 15 માર્ચે EDની મુખ્ય ઓફિસમાં હતો, ફણ સામનો ના કરાવવામાં આવ્યો. હવે તેઓ કહી રહ્યા છે કે દિનેશ અરોડાનો સામનો કરાવવાનો છે.