મલિકે બોલીવૂડથી સુપારી લીધી છે?: વાનખેડેના પિતા

મુંબઈઃ આર્યન ખાનના મામલે આરોપોનો સામનો કરી રહેલા NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ કહ્યું હતું કે ક્યારેય બોલીવૂડ અને હોલિવૂડે સવાલ ઊભા નથી કર્યા પણ આ ભાઈને (નવાબ મલિક)ને શો વાંધો છે? તેમણે મહારાષ્ટ્રના પ્રધાન મલિકને ટોણો મારતાં કહ્યું હતું કે તેમણે બોલિવૂડ-હોલિવૂડથી કોઈની સુપારી લીધી લાગે છે તેઓ કંઈ પણ હદે જઈ શકે છે.

મહારાષ્ટ્રના પ્રધાને સમીર વાનખેડે પર નકલી સર્ટિફિકેટ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. એના જવાબમાં સમીરના પિતાએ કહ્યું હતું કે તે સર્ટિફિકેટ જ નકલી છે. એ ડુપ્લિકેટ છે, છેડછાડ કરીને એ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યું હતું. જ્યારથી હું જન્મ્યો છું મારુ નામ જ્ઞાનદેવ જ છે. કોઈને મારું નામ દાઉદ માલૂમ નથી. મારા પરિવાર પર કોઈ આરોપ નથી લાગ્યા.તેમણે આટલું સોનું બનાવ્યું છે અને કેવી રીતે NCPમાં ગયા છે એની તપાસ થવી જોઈએ. 

મહારાષ્ટ્ર સરકારે સમીર વાનખેડે અને NCBને બદનામ કરવાના આરોપ લગાવતી રહી છે. મહારાષ્ટ્રના પ્રધાન ઘણા લાંબા સમયથી વાનખેડે પર સવાલ ઊભા કરી રહ્યા છે. તેઓ પ્રતિ દિન વાનખેડે પર આરોપ લગાવી રહ્યા છે.

તેમણે તાજા હુમલામાં એક બર્થ સર્ટિફિકેટ શેર કરતાં દાવો કર્યો હતો કે એ સર્ટિફિકેટ સમીર વાનખેડેનું છે. તેમના પિતાનું નામ દાઉદ લખેલું છે અને ધર્મ પણ મુસ્લિમ બતાવ્યો છે. સમીર પર કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકરે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે આર્યન ખાન છોડવા માટે રૂ. 25 કરોડની લાંચ માગવામાં આવી હતી, અને રૂ. 18 કરોડે સમજૂતી થઈ છે.