મુંબઈઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં એનપીઆર લાગુ કરવા માટે મંજૂરી આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં પહેલી મેથી એનપીઆરની પ્રક્રિયા શરૂ થશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પહેલી મેથી 15 જૂન સુધીમાં એનપીઆર લાગુ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર (આરજીસીસી)એ મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓને એનપીઆર અને જનગણને લઈ વિચારવિમર્શ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે રાજ્ય સરકાર બહુ જલદી આ સંબંધે એક નોટિફિકેશન જાહેર કરશે. મહારાષ્ટ્રમાં એનપીઆર પ્રક્રિયા આશરે છ સપ્તાહમાં પૂરી થવાની સંભાવના છે.
રાજ્ય સરકારે જિલ્લાધિકારીઓના પ્રોફેસરો અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને એકત્ર કરવાનો અને તેમને વસતિ ગણતરી સંબંધી ટ્રેનિંગ આપવાનો નિર્દેશ આપ્યો છે. જે અધિકારી આ પ્રક્રિયાનો હિસ્સો બનશે અને સુપરવિઝન કરશે તેમને સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમને જણાવવામાં આવશે કે કર્મચારીઓને એનપીઆર માટે ડેટા કેવી રીતે એકત્ર કરવો.
અધિકારીઓને જણાવવામાં આવશે કે સરકારી કર્મચારી પહેલી મેથી લઈને 15 જૂનની વચ્ચે એનપીઆરની માહિતી એકત્ર કરશે, જ્યારે આગામી નવ ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે વસતિ ગણતરી કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર આ કામ માટે 3.34 લાખ કર્મચારીની નિયુક્તિ કરશે.
મહારાષ્ટ્ર સરકારમાં કશ્મકશ
મહારાષ્ટ્રમં સરકારની વચ્ચે એનપીઆર લાગુ કરવાને મામલે કશ્મકશ થવાની આશંકા છે. કોંગ્રેસ સીએએ અને એનઆરીનો ખુલ્લેઆમ વિરોધ કરી રહી છે. શિવસેના રાજ્યમાં એનપીઆર લાગુ કરવાની વાત કહી ચૂકી છે. હવે મહારાષ્ટ્ર સરકારમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સત્તા છે. આવામાં આશંકા છે કે એનપીઆરના મુદ્દે સરકારમાં મતભેદ થઈ શકે છે.
દેશના અલગ-અલગ ભાગોમાં લોકો સંશોધિત નાગરિકતા કાનૂન, એનઆરસી અને એનપીઆરનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ કરવાવાળા લોકો એનપીઆરને એનઆરસી અને સીએએનો પ્રારંભ બતાવી રહ્યા છે.