સોશિયમ મીડિયા પર વાયરલ છે પરાઠા માસ્ક અને કોરોના ઢોસા

નવી દિલ્હીઃ મદુરાઈ શહેરના પરોઠા ખૂબ ફેમસ છે. કોરોના કાળ અને લોકડાઉન દરમિયાન મદુરાઈના એક રેસ્ટોરન્ટે મદુરાઈના ખાન-પાનના કલ્ચર દ્વારા આ કોરોના મહામારી વિરુદ્ધ જાગૃતતા ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. ટેમ્પલ સિટી રેસ્ટોરન્ટના માલિક કે.એલ કુમારે કોરોના વાયરસથી બચવા માટે જાગૃતતા ફેલાવવા માટે ફેસ માસ્કના આકારના પરોઠા બનાવ્યા છે. આ પરોઠા પોતાના શેપના કારણે તેજીથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

મદુરાઈના કુમારે ટી.ઓ.આઈને જણાવ્યું કે, કોરોના કાળમાં બધા માટે ફેસ માસ્ક પહેરનું જરુરી છે. ત્યારે આવા મુશ્કેલીના સમયમાં પણ મેં કેટલાય લોકોને નિયમોનું ઉલ્લંઘન કરતા જોયા છે. ત્યારે આ સમયે હું જાગૃતતા ફેલાવવા ઈચ્છતો હતો.

તેમણે જણાવ્યું કે, અન્ય પરોઠાઓની જેમ આ માસ્ક પરોઠાની પ્રાઈઝ 50 રુપિયા છે. અમારો ઉદ્દેશ્ય માત્ર એ જ નથી કે, લોકો આ માસ્ક પરોઠા સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે પરંતુ અમારો ઉદ્દેશ્ય એ છે કે, લોકો આના દ્વારા ફેસ માસ્ક પહેરવાની આદત પાડે. કુમારે જણાવ્યું કે, તેમના રેસ્ટોરન્ટમાં જો કોઈ માસ્ક પહેર્યા વગર આવે તો તેને ફ્રી માસ્ક અમે ગીફ્ટ કરીએ છીએ. તેમણે જણાવ્યું કે, કોરોના કાળમાં તે પોતાની શોપ માત્ર સાંજના સમયે જ ખોલી રહ્યા હતા પરંતુ જ્યારે પરોઠાના ઓર્ડર વધારે આવવા લાગ્યા તો તેઓ સવારે નાસ્તાના સમયે પણ રેસ્ટોરન્ટ ખોલી રહ્યા છે.

કુમારે જણાવ્યું કે, ફેસ માસ્ક પરોઠા સિવાય તેઓ કોરોના વાયરસના આકારનો રવા ઢોસા અને બોંડા પણ લોકો માટે બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કોરોના વિરુદ્ધ આ લડાઈનો એક નાનો ભાગ બનીને અમે ખૂશ છીએ.