નવી દિલ્હી: જૈન સમુદાય માટે મહત્વપૂર્ણ તિથિ મહાવીર જયંતીને મહાવીર જન્મ કલ્યાણકના નામથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન મહાવીર જૈન ધર્મના 24માં તીર્થકર અને અંતિમ પ્રચારક રહ્યા. શરુઆતમાં મહાવીર યુવરાજ હતા પણ જૈન ધર્મની માન્યતાઓએ તેમને આકર્ષિત કર્યા અને તેમણે તપસ્યા શરુ કરી દીધી. 30 વર્ષની ઉંમરે તેમણે રાજાશાહી ઠાઠ અને પરિવારનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડ્યા.
ભગવાન મહાવીરનો ઈસ. 599માં બિહાર રાજ્યામાં થયો હતો. તેમનો જન્મ લિચ્છવી વંશના રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાના ઘરે થયો હતો. ગર્ભ દરમ્યાન ત્રિશલાને એવા સપનાઓ આવતા કે તેમનું બાળક તીર્થકર બની જશે. એવું કહેવામાં આવે છે કે, બ્રાહ્મણ ઋષભદેવની પત્ની દેવનંદાના ગર્ભમાં ભગવાન મહાવીરની ઉત્પત્તિ થઈ હતી પણ ભગવાને આને ત્રિશલાના ગર્ભમાં સ્થાનાંતરિક કરી દીધા હતા.
એવી માન્યતા છે કે, જ્યારે મહાવીર ભગવાનનો જન્મ થયો હતો ત્યારે તેમના રાજ્યમાં ઘણી પ્રગતિ અને સંપન્નતા આવી ગઈ હતી એટલા માટે તેમનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. વર્ધમાનનો અર્થ છે પ્રગતિ
ભગવાન મહાવીરનો જન્મ 23માં તીર્થકર પાર્શ્વનાથના મોક્ષ પ્રાપ્ત કર્યાના 188 વર્ષ પછી થયો હતો. ભગવાન મહાવીરે સમગ્ર વિશ્વને અહિંસા પરમો ધર્મ: નો સંદેશ આપ્યો. તેના ફળસ્વરૂપે જૈન ધર્મના લોકોએ મોઢા પર સ્કાર્ફ બાંધવાનું શરુ કર્યું કે, શ્વાસ કે મોઢામાં જીવજંતુ આવવાથી તેમનું મૃત્યું ન થઈ જાય.
આજના દિવસે જૈન ધર્મના અનુયાયી પ્રાર્થના કરે છે અને વ્રત રાખે છે. ભગવાન મહાવીરના મંદિરોમાં જઈને મૂર્તિને સ્નાન કરાવે છે અને તેમનો અભિષેક કરે છે. ત્યારપથી મૂર્તિને રથ કે સિંહાસન પર રાખીને યાત્રા કાઢે છે. અનેક જગ્યાઓ પર આજના દિવસે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવે છે. પણ આ વખતે આ પાલખીયાત્રા શક્ય નથી કારણ કે કોરોના વાઈરસને પગલે દેશભરમાં લોકડાઉન લાગુ છે. સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવવા ઉપરાંત ભગવાન મહાવીરે પાંચ મહાવ્રત, પાંચ અનુભાવ્રત, પાંચ સમિતિ અને 6 જરૂરી નિયમોનો ઉલ્લેખ કર્યો છે જે જૈન ધર્મનો મુખ્ય આધાર છે.