નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી કરી હતી. તેમણે દેશમાં કોરોનાના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે મારી વાતોને ટીકા સ્વરૂપે ના લેતાં, પણ સૂચનો તરીકે લેજો. હું રચનાત્મક સૂચનો કરવા માગું છું. તેમણે કહ્યું હતું કે લોકડાઉન એ કોરોનાનો ઇલાજ નથી. લોકડાઉનથી કોરોનો સામે કાબૂ નહીં મેળવી શકાય. લોકડાઉન પૂરું થયા પછી વાઇરસ ફરી હુમલો કરશે. કોરોના વાઇરસ સામે મોટા પાયે ટેસ્ટિંગ કરવું જોઈએ. કોરોના માટે ટેસ્ટિંગ વધારવું બહુ જરૂરી છે. તેમણે કેરળનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે નીચલા સ્તરે યોગ્ય કામ થયું છે.
ટેસ્ટિંગ મોટા પાયે નથી થઈ રહ્યું
તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગ જે પ્રમાણે થવું જોઈએ એ રીતે થઈ નથી રહ્યું. કોવિડ-19ની સામેની લડાઈ સામે ભારત પાસે રેપિડ ટેસ્ટ કિટ નથી આવી રહી. બાકી દેશોએ ટેસ્ટ કિટ પહેલેથી મગાવી લીધી હતી. ભારતે ટેસ્ટિંગ કિટની વ્યૂહાત્મક રણનીતિ બનાવવી જોઈએ. ટેસ્ટિંગ કિટ માટે ભારતે રસ્તો શોધવો પડશે.
તેમણે પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા, જેના અંશ નીચે મુજબ છે.
- દેશમાં લોકડાઉન એ કોરોનાનો ઇલાજ નથી
- વાઇરસ સામે લડવા માટે ટેસ્ટિંગ કરવું બહુ જરૂરી છે.
- કોરોનાથી ટેસ્ટિંગ વધુ ને વધુ કરવામાં આવવી જોઈએ.
- કેરળમાં કોરોનાને હરાવવામાં સફળતા મળી
- વાઇનાડમાં કોરોનાને હરાવવા સફળતા મળી
- વડા પ્રધાન મુખ્ય પ્રધાનોને અને DMને સત્તા આપે
- દેશમાં હાલ ઇમર્જન્સી જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે
- કોરોનાથી લડવા માટે જાહેર કરેલા 1.70 લાખ કરોડનું રાહત પેકેજના પૈસા રાજ્યો સુધી ઝડપથી નથી પહોંચી રહ્યા
- લોકડાઉન એ કંઈ કોરોના સામેનો ઇલાજ નથી, કોરોના ખતમ નહીં થાય, પણ પાછો ઠેલાયો છે.
- રાહુલે કહ્યું હતું કે હું આરોપ-પ્રત્યારોપમાં નથી પડવા માગતો.
- હું ઇચ્છું કે દેશ કોરોના સામે એકજૂટ થઈને લડે.
- કોરોનાથી લડાઈ રાજ્ય અને જિલ્લા સ્તરે છે. વડા પ્રધાને રાજ્યોને ફંડ આપવાનું ધ્યાન રાખવું જોઈએ.
- 20 ટકા ગરીબ લોકોનાં ખાતાંઓમાં સીધા પૈસા મોકલવા જોઈએ, કેમ કે આ વર્ગને સૌથી વધુ મુશ્કેલી છે.
- કોંગ્રેસની ન્યાય યોજનાનું નામ બદલીને ઉપયોગ કરી લો.
- ગોદામથી અનાજ લોકો સુધી પહોંચી નથી રહ્યું.
- દેશ પર નાણકીય દબાણ વધવાનું છે.
- લોકડાઉન ખૂલવા પહેલાં સરકારે તૈયારી કરવી જોઈએ.
- લોકડાઉન ખતમ થયા બાદ કોરોના ફરી ફેલાશે.
- ગરીબ અને મજૂરોની સ્થિતિ દયનીય છે.
- સરકારે મોટા ઉદ્યોગોને આર્થિક સુરક્ષા આપવી જોઈએ.
- લોકડાઉનથી કોરોના પર કાબૂ નહીં મેળવી શકાય
- કોરોનાને ખતમ નહીં કરી શકાય, પણ સામનો કરી શકાશે
- કેન્દ્ર સરકારે પ્રવાસી મજૂરોની પરેશાનીને ધ્યાનમાં લેવી જોઈએ
- રાજ્યોને વધુ નિર્ણયો લેવાની સત્તા આપવી જોઈએ.
- જ્યાં કેસ ના હોય ત્યાં પણ કોરોનાનું ટેસ્ટિંગ થવું જોઈએ.
- કેરળ મોડલથી હારશે કોરોના
- ટેસ્ટિંગ વધારો, કોરોના હરાવો
- રાજ્યોને લોકડાઉનનો નિર્ણય કરવા દો.
- કોરોના સામેની લડાઈ લાંબી છે
- સરકારે વ્યૂહરચના બનાવીને રેન્ડમ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.
- સરકાર નાના ઉદ્યોગોને આર્થિક રાહત આપવી જોઈએ
- કોરોનાથી ડરવાની જરૂર નથી
- અમારું કામ સરકારને સલાહ આપવાનું છે, સરકારની મરજી માને ના માને.
- મોદી સાથે ઘણી બાબતોમાં હું અસંમત છું, પણ આજે લડવાનો સમય નથી
- લોકડાઉન દરમ્યાન સરકારે ગરીબ પરિવારોને 10 કિલો ઘઉં-ચોખા, એક કિલો દાળ, એક કિલો ખાંડ દર સપ્તાહે આપવું જોઈએ.
- પ્રવાસી મજૂરો અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા છે, એ સૌથી મોટો મુદ્દો છે.
- જીવન સૌથી જરૂરી છે, આમાં આપણે જિંદગીઓ બચાવવી એ પ્રાથમિકતા છે અને અર્થતંત્રને પણ બચાવવાનું છે.
- કોરોના સામે જાતિ-ધર્મથી ઉપર ઊઠીને લડવાનું છે
|