બંગાળે મુંબઈ, દિલ્હી સહિત 6 શહેરોની ફ્લાઈટ્સ પર લગાવી રોક

કોલકત્તાઃ દેશના છ મોટા મહાનગરોમાં મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, નાગપુર, પુણે અને અમદાવાદથી કોલકત્તા વચ્ચે ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ જાણકારી આપતા કોલકત્તા એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે આ પ્રતિબંધ 6 થી 19 જૂલાઈ સુધી લાગુ રહેશે. એરપોર્ટના ડાયરેક્ટર અનુસાર, કોવિડ-19 મહામારીને જોતા પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા કરવામાં આવેલી વિનંતી બાદ આ ફ્લાઈટ્સને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ પ્રતિબંધ આવતો આદેશ આવવા સુધી અથવા તો 19 જુલાઈ સુધી ચાલુ રહેશે.

દેશમાં વ્યાપક લોકડાઉન બાદ 25 મેથી ડોમેસ્ટીક ફ્લાઈટ્સ શરુ કરવામાં આવી હતી. આશરે બે મહિના આ ફ્લાઈટ્સ બંધ રહી. ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર હજી પણ પ્રતિબંધ યથાવત છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોના સંક્રમણની સ્થિતિ સારી નથી. 3 મે સુધી રાજ્યમાં 20,488 કોરોના કેસ આવ્યા છે, આ પૈકી 717 મૃત્યુ કોરોના સંક્રમણના કારણે જ થયા છે.