અમદાવાદમાં લૅન્ડ થનારા ‘એરફોર્સ વન’ની વિશેષતાઓ જાણી લો…

નવી દિલ્હી: બેજોડ તાકત સહિત અન્ય સુરક્ષા ફિચર્સથી સજ્જ એરફોર્સ વન વિમાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલિના ટ્રમ્પને ભારત લાવવા માટે તૈયાર છે. ડોનાલ્ડ ટ્રમ્પને અને તેમના પત્ની સાથે 24 ફેબ્રુઆરીએ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. એરફોર્સ વન બોઈંગ 747-200બી શ્રેણીનું વિમાન છે, જેમાં જરૂરીયાત અનુસાર ફેરફાર કરીને અત્યંત સુરક્ષિત બનાવવામાં આવ્યું છે.

એરફોર્સ વનની વિશેષતાઓ

પ્લેન પર યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા લખ્યું છે. અમેરિકન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રપતિની સીલની તસવીર આ વિમાનની ખાસ ઓળખ છે. એરફોર્સ વનની ખાસિયત એ છે કે તે બોઈંગ યાત્રી વિમાનથી બહાર હવામાં જ ઈંઘણ ભરી શકે છે. વિમાનમાં આપવામાં આવેલી ટેકનીક ઈલેક્ટ્રોમેગ્નેટિક પલ્સથી બચાવવામાં સક્ષમ છે. વિમાનમાં અત્યાધુનિક સુરક્ષિત સંચાર ઉપકરણ આપવામાં આવ્યા છે. જે અમેરિકામાં હુમલો થાય તો વિમાનમાં મોબાઈલ કમાન્ડ સેન્ટરની જેમ કામ કરવાની સુવિધા આપે છે.

વિમાનમાં 4000 વર્ગ ફૂટની જગ્યા છે. રાષ્ટ્રપતિ અને તેમની સાથે પ્રવાસ કરનારા લોકોને ત્રણ લેવલમાં જગ્યા આપવામાં આવી છે. જેમાં રાષ્ટ્રપતિ માટે મોટો સુઈટ (રૂમ) પણ સામેલ છે, જેમાં મોટી ઓફિસ, ટોયલેટ અને કોન્ફરન્સ રૂમ છે. એરફોર્સ વનમાં એક ચિકિત્સા રૂમ પણ છે જે ઓપરેશન થિયેટરની જેમ કામ કરે છે તેમાં ડોક્ટર હંમેશા હાજર રહે છે. વિમાનમાં બે રસોડા છે જેમાં એક જ સમયે 100 વ્યક્તિનું ભોજન બનાવી શકાય છે.

એરફોર્સ વનમાં રાષ્ટ્રપતિ સાથે જતા લોકો માટે પણ રૂમ આપવામાં આવ્યા છે જેમાં વરિષ્ઠ સલાહકાર, ગુપ્ત સેવા અધિકારી સહિત અન્ય મહેમાનો સામેલ છે. અરફોર્સ વન એરક્રાફ્ટની મહત્તમ સ્પીડ 965 કિમી/કલાક છે. આ એરક્રાફ્ટ હથિયારો કવચથી સજ્જ હોય છે. તેમાં લાગેલા ઇલેક્ટ્રોનિક જામર દુશ્મનની મિસાઇલથી તેને બચાવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]