કેદારનાથના કપાટ ખુલવાની તારીખ નહીં બદલાય

નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંક્રમણના આ સમય વચ્ચે ભલે દેશના તમામ મંદિરોની ધાર્મિત ગતિવિધિઓ પર રોક લાગી હોય પરંતુ આમ છતા કેદારનાથના કપાટ ખુલવાની તારીખ બદલાશે નહી. કેદારનાથ મંદિરના રાવલ દ્વારા કેદારના તીર્થ પુરોહિત અને અધિકારીઓની બેઠક કરીને એ નિર્ણય લીધો છે કે, કેદારનાથના કપાટ પૂર્વમાં નક્કી કરવામાં આવેલા સમય પર જ ખોલવામાં આવશે. પહેલા વસંત પંચમીના દિવસે ભગવાન કેદારનાથ ધામના કપાટ 29 એપ્રિલના રોજ સવારે 6:10 વાગ્યે ખોલવાનું મૂહુર્ત નક્કી હતું જેના પર મંદિરના પુજારી અને રાવલ હજી પણ કાયમ છે. કેદારનાથના કપાટ ખોલવાને લઈને રાજ્યના ધર્મસ્વ અને પર્યટન મંત્રી સતપાલ મહારાજના નિવેદનની કેદારનાથના કપાટ 14 મે ના રોજ ખુલશે તેનાથી કેદાર તીર્થ પુરોહિતો અને પંડો વચ્ચે વિવાદ વધવા લાગ્યો હતો.

બાદમાં આ વિવાદ પર લગામ લગાવવાને લઈને કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગે તમામ પક્ષોની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મંદિરના કપાટને નક્કી તીથી પર જ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ કેદારનાથ ધામના કપાટ ખોલવાને લઈને હક હકૂધારિયો અને પ્રશાસન વચ્ચે ટકરાવની શક્યતાઓ સર્જાઈ હતી.

તંત્ર એ પક્ષમાં છે કે, કપાટ ખોલવાની તીથી બદલવી જોઈએ. રાજ્યના પર્યટન મંત્રીએ તો ગઈકાલે નવી તારીખની જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ મંગળવારે થયેલો નિર્ણય આનાથી અલગ થઈ ગયો. પર્યટન મંત્રીએ કેદારના કપાટ 14 મેના રોજ ખુલવાની જાણકારી આપીને આ મામલે વિવાદને હવા આપી હતી. આનાથી સંતુષ્ટ મંદિરના તીર્થ પુરોહિતોએ મંદિરમાં કપાટ ખોલવાની તારીખને સ્વીકારી નહોતી અને જૂની તિથી પર જ કપાટ ખોલવાની જાહેરાત કરી છે.