નવી દિલ્હીઃ જેએનયૂ છાત્ર સંઘના પ્રતિનિધિઓની માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા ગઠિત ઉચ્ચસ્તરિય સમિતિ સાથે બુધવારે બેઠક થઈ હતી. યૂજીસીના પૂર્વ અધ્યક્ષ પ્રો. વીએસ ચૌહાણની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિનું ગઠન થયુ છે. આમાં એઆઈસીટીઈના અધ્યક્ષ પ્રો. અનિલ સહસ્ત્રબુદ્ધે અને યૂજીસીના સચિવ પ્રો રજનીશ જૈન બેઠકમાં ઉપસ્થિત રહ્યા.
છાત્ર સંઘના મહાસચિવ સતીશ ચંદ્ર યાદવે જણાવ્યું કે બેઠક આશરે 2 કલાક સુધી ચાલી, આમાં છાત્ર સંઘના 4 પ્રતિનિધિ અને 34 કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે અમારા તરફથી છાત્રાવાસના લાવવામાં આવેલા નવા નિયમોને તુરંત જ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી. સાથે જ 28 નવેમ્બરના દિવસે જેએનયૂ પ્રશાસન દ્વારા ઈન્ટર હોલ એડમિનિસ્ટ્રેશન સમિતિની બેઠક બીજીવાર બોલાવવામાં આવે અને આમાં છાત્ર સંઘના પ્રતિનિધિઓને પણ શામિલ કરવામાં આવે. કુલપતિ અમને છેલ્લા ત્રણ વર્ષથી મળી રહ્યા નથી તેમને પણ પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે.
બીજીતરફ, જેએનયૂ પ્રશાસને વિદ્યાર્થીઓને પ્રદર્શન ખતમ કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે ક્લાસ રુમમાં તેઓ ભણવા માટે આવે. તો દિલ્હી પોલીસના પીઆરઓ મંજીત સિંહ રંધાવાએ કહ્યું કે તેમને એક આવેદનપત્ર મળ્યું છે. અમે તેમને આશ્વાસન આપ્યું છે કે તેમના તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે.