અભી તો બચ્ચી હૂં જી! 105 વર્ષની ઉંમરે આ અમ્માએ ચોથા ધોરણની પરીક્ષા આપી

કોલ્લમ: ભણવાની કોઈ ઉંમર નથી હોતી એ વાત કેરળના ભાગીરથી અમ્માએ પુરવાર કરી બતાવી છે. 105 વર્ષની ઉંમરે ભાગીરથી અમ્માએ તાજેતરમાં ચોથા ધોરણની પરીક્ષા આપીને આશ્ચર્ય સર્જ્યું હતું. બાળપણથી જ ભણવાની અદમ્ય ઈચ્છા કેરળની ભાગીરથી અમ્માએ 105 વર્ષની ઉંમરમાં પૂરી કરીને એક દાખલો બેસાડ્યો છે. આસાથે અમ્મા કદાજ વિશ્વમાં સૌથી મોટી ઉંમરના વિદ્યાર્થી બની ગયા છે.

અમ્મા બાળપણથી ભણવા ઈચ્છતા હતા. પરંતુ પોતાની માતાનું મૃત્યું થઈ જવાના કારણે તેમને પોતાનું આ સપનું અધુરૂં છોડી દેવું પડ્યું. માતાના મૃત્યું બાદ માત્ર 8 વર્ષની ઉંમરે જ અમ્મા પર પોતાના નાના-ભાઈ બહેનોની દેખરેખની જવાબદારી આવી ગઈ હતી. આ

મંગળવારે ભાગીરથી અમ્માએ ચોથા ધોરણ સમકક્ષ પરીક્ષા આપી હતી. તેના માટે તેમની હિંમત, ક્યારેય હાર ન માનવાવળો જુસ્સો, ભણતર પ્રત્યેની જબરજસ્ત ઇચ્છા શક્તિ અને કેરળ રાજ્ય સાક્ષરતા મિશનના પ્રયાસો રંગ લાવ્યા છે. મંગળવારે જ્યારે તેઓ પોતાની પરીક્ષા આપવા આવ્યા ત્યારે સમાજના ગણમાન્ય લોકોએ તેમને પોતાના હાથે પ્રશ્નપત્ર આપ્યું.

પતિના મૃત્યુ પછી બાળકોનો એકલા હાથે ઉછેર કર્યો

લગભગ 30 વર્ષની ઉંમરમાં તેના પતિનું મૃત્યુ નિપજ્યું હતું. પતિના મૃત્યું બાદ તેના છ બાળકોની જવાબદારી એકમાત્ર તેના પર આવી ગઈ હતી. જીવનની દોડભાગે હંમેશાથી તેને પોતાના ભણવાના સપનાથી દૂર રાખ્યા હતા પરંતુ તેના મનના એક ખૂણે તે પોતાનું આ સપનું દબાવીને બેઠા હતા અને જ્યારે તેને અવસર મળ્યો ત્યારે તેણે તે સપનાને પૂરું કરવાનું વિચારી લીધું.

સાક્ષરતા મિશનના કેબી વસંત કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘ખૂબ જ નાની ઉંમરમાં તેમની માતાનું મૃત્યું થઈ ગયું હતું. જેથી નાના ભાઈ-બહેનોની જવાબદારી પણ તેમના માથે આવી ગઈ હતી. જેના કારાણે તેમણે સ્કૂલ છોડવી પડી હતી. આજે 100 વર્ષ પાર કરી ગયા છતા તેમની જોવાની, સાંભળવાની અને યાદ રાખવાની શક્તિઓ ખૂબ જ તેજ છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]