દેશભરમાં એનઆરસીઃ તમામ શરણાર્થીઓને નાગરિકતા અપાશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું કે દેશભરમાં એનઆરસી લાગૂ કરવામાં આવશે. રાજ્યસભામાં તેમણે કહ્યું કે આના કારણે દેશમાં કોઈપણ સંપ્રદાયના વ્યક્તિને ડરવાની જરુર નથી. તેમણે કહ્યું કે આ એક પ્રક્રિયા છે જેના દ્વારા તમામ લોકોને એનઆસીમાં શામિલ કરવામાં આવી શકે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે એનઆરસી સટિઝનશિપ બીલથી અલગ છે અને આની અંતર્ગત તમામ હિન્દૂ, બૌદ્ધ, શિખ, જૈન, પારસી અને ઈસાઈ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે કે જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, અથવા બાંગ્લાદેશમાંથી ભાગીને આવ્યા છે.

અમિત શાહે કહ્યું કે NRC માં એવું કોઈ પ્રાવધાન નથી કે જે કહે છે કે NRC અંતર્ગત કોઈ અન્ય ધર્મને ન લઈ શકાય. ભારતના તમામ નાગરિક, ભલે તે કોઈપણ ધર્મના હોય, NRC લિસ્ટમાં શામિલ હશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જોર આપીને કહ્યું કે NRC નાગરિકતા સંશોધન વિધેયકથી અલગ છે.

અસમમાં NRC લિસ્ટથી બહાર રહી ગયેલા લોકો પર શાહે કહ્યું કે જે લોકોનું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં નથી આવ્યું તેમને ટ્રિબ્યુનલમાં જવાનો અધિકાર છે. આવા ટ્રિબ્યુનલ આખા અસમમાં નિયુક્ત કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ પાસે ટ્રિબ્યૂનલ સાથે સંપર્ક કરવા માટે પણ પૈસા નથી તો, અસમ સરકારને વકીલ રાખવાનો ખર્ચ આપવો પડશે.

અમિત શાહે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે 5 ઓગસ્ટ બાદથી રાજ્યમાં એકપણ વ્યક્તિનું પોલીસ ફાયરિંગમાં મોત થયું નથી. તેમણે કહ્યું કે સદનને એ એ વાત જણાવતા ખુશી થઈ રહી છે કે 5 ઓગસ્ટ બાદથી જમ્મૂ-કાશ્મીરમાં પોલીસ ફાયરિંગમાં એકપણ વ્યક્તિનું મોત થયું નથી. તેમણે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં તમામ ઉર્દૂ અને અંગ્રેજીની ન્યૂઝ ચેનલ્સ અને ન્યૂઝ પેપર્સ ફંક્શનલ છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં તમામ સરકારી ઓફીસો, બેંક, સ્કૂલ અને કોર્ટ કામ કરી રહી છે. ગૃહ મંત્રીએ કહ્યું કે તાજેતરમાં જ થયેલી બીડીસી ચૂંટણીમાં 98.3 ટકા રેડોર્ડ મતદાન નોંધાયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]