નવી દિલ્હીઃ દેશમાં નાગરિકતા કાયદો અને એનઆરસી વિરુદ્ધ છેડાયેલી ચર્ચા વચ્ચે ભાજપ માટે ઝારખંડથી માઠા સમાચાર આવ્યા છે. રાજ્યમાં પાંચ વર્ષથી સત્તામાં રહેલી ભાજપના હાથમાંથી ઝારખંડની ખુરશી જતી હોય તેવું લાગી રહ્યું છે. જો કે શરુઆતી રુઝાનોમાં એવું લાગી રહ્યું હતું કે ઝારખંડના પરિણામો કોઈપણના પક્ષમાં આવશે નહી પરંતુ કોંગ્રેસ અને જેએમએમે બાદમાં સારો વધારો પ્રાપ્ત કર્યો હતો. જો કે અત્યારે એ વાતનું વિષ્લેષણ કરવું એ ઉતાવળ હશે કે શું ભાજપને નાગરિકતા કાયદો અને એનઆરસી જેવા મુદ્દાઓનો ફાયદો મળ્યો કે નહી. જ્યાં સુધી ભાજપની ચૂંટણી રણનીતિ જોઈએ તો આખા ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની રેલીઓ ચર્ચામાં રહી છે જેમાં તેઓ રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ અને રાષ્ટ્રવાદની વાત કહેતા નજરે આવ્યા. જો કે ભાજપના ઘોષણાપત્રમાં સ્થાનિક મુદ્દાઓ પર જોર આપવામાં આવ્યું હતું.
- ઝારખંડની ચૂંટણીમાં આર્થિક મંદીની ખૂબ અસર દેખાઈ. સૌથી વધારે પ્રભાવ ત્યાંના ઔદ્યોગિક ક્ષેત્ર જેવાકે જમશેદપુર, બોકારો, ધનબાદના વિસ્તારોમાં છે. જ્યાં જમશેદપુરના આદિત્યપુર વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયાના બંધ પડેલા કારખાના હવે સામાન્ય વાત છે. ટેલ્કોના સહારે ચાલનારા આવા આશરે 1400 ઉદ્યોગ છે જે દરેક પ્રકારના પાર્ટ બના છે. ગત દિવસોમાં ટેલ્કોમાં એવા ઘણા દિવસો આવ્યા કે જ્યારે ત્યાં કામ બંધ રહ્યું. આની સૌથી ખરાબ અસર અહીંયા બંધ પડેલા કારખાનાઓના મજૂરો પર પડી છે. સમજી શકાય છે કે આ મજૂરોની રોજી-રોટી પર અસર પડી છે અને કદાચ તેના કારણે ભાજપને નુકસાન ઉઠાવવું પડ્યું છે.
- જો કે ઝારખંડમાં પહેલીવાર કોઈ મુખ્યમંત્રીએ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે અને એવું પહેલીવાર બન્યું હતું કે કોઈ પાર્ટીને બહુમત મળ્યો હોય. અને આ પાંચ વર્ષમાં ભાજપને સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડ્યો છે.
- ઝારખંડમાં મુખ્યમંત્રી રઘુબરદાસની તાનાશાહીથી પણ લોકોમાં નારાજગી હતી. ટિકીટ વહેંચણીમાં પણ આની અસર જોવા મળી છે. ભાજપના વરિષ્ઠ નેતા સરયૂ રાયની ટિકીટ કાપવામાં આવી. જ્યારે ભ્રષ્ટાચારનો આરોપ સહન કરી રહેલા ભાનુ પ્રતાપ શાહીને ટિકીટ આપવામાં આવી. આવું ઘણી જગ્યાએ જોવા મળ્યું કે જેના કારણે ભાજપને નુકસાન ઉઠાવવું પડ્યું.
- ભાજપ વિરુદ્ધ જેએમએમ અને કોંગ્રેસનું ગઠબંધન મજબૂત રીતે ઉભું છે. તો ભાજપને આ ચૂંટણીમાં એકલું મેદાને ઉતરવું પડ્યું. ઝારખંડમાં આજસૂ એક પ્રભાવી ભૂમિકા નિભાવતી રહી છે જે ભાજપી સહયોગી હતી પરંતુ આવખતે તેણે ભાજપથી અલગ ચૂંટણી લડી અને જોવા મળ્યું કે આજસૂએ ભાજપને ઘણી જગ્યાએ નુસકાન પહોંચાડ્યું.
- ગત ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મુખ્યમંત્રી પદ માટે કોઈપણ ચહેરાની જાહેરાત નહોતી કરી. પરંતુ ઝારખંડમાં આદિવાસી વોટ હંમેશાથી નિર્ણાયક ભૂમિકામાં રહ્યા છે અને ભાજપે ચૂંટણી જીત્યા બાદ બિનઆદિવાસી ચહેરા રઘુબર દાસને મુખ્યમંત્રી બનાવી દીધા. જ્યારે બીજીબાજુ જેએમએમના હેમંત સોરેન જે આદિવાસી સમુદાયમાંથી આવે છે અને તેમના પિતા શિબૂ સોરેન ઝારખંડના એક મોટા નેતા છે.