નવી દિલ્હીઃ બદાયું હત્યાકાંડમાં બે દિવસોથી ફરાર આરોપી જાવેદની બરેલીથી પોલીસે ધરપકડ કરી હતી. આ ઘટના પછી જાવેદ મોબાઇલ બંધ કરીને દિલ્હી ભાગી ગયો હતો. જાવેદ દિલ્હીથી બરેલી પરત ફર્યો હતો અને સરન્ડરની તજવીજમાં હતો. તેની બરેલીના સેટેલાઇટ વિસ્તારમાં બરેલી પોલીસે ધરપકડ કરવામાં આવી છે. બદાયું પોલીસે એના પર રૂ. 25,000નું ઇનામ જાહેર કર્યું હતું.
બદાયુંના SSP આલોક પ્રિયદર્શીના જણાવ્યા મુજબ જાવેદની ધરપકડ માટે પાંચ ટીમોની રચના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ આયુષના શરીર પર તીક્ષણ હથિયારથી 14 વાર કરવામાં આવ્યા હતા. જે અમારા દ્વારા જપ્ત કરવામાં આવેલા ધરદાર હથિયારથી મેળ ખાય છે. આહાન પર બે ઘા છે, એમાં એક ઊંડો ઘા ગરદન પર મળ્યો છે.
બરેલી પોલીસે જાવેદને બદાયું પોલીસને હવાલે કરી દીધો છે. હવે બદાયું પોલીસ એનાથી પૂછપરછ કરશે. જાવેદને મોડી રાત્રે બારાદરી પોલીસ સ્ટેશનના સેટેલાઇટ બસ સ્ટેન્ડ પર સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો. એ દરમ્યાન એનો વિડિયો બનાવી લેવામાં આવ્યો હતો. જાવેદનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. તે રિક્ષામાં સવાર થતો જોઈ શકાય છે.
આ કેસમાં હત્યાનો આરોપી સાજિદ પોલીસ અથડામણમાં માર્યા ગયા પછી પોલીસે આરોપી જાવેદને શોધી રહી હતી. જાવેદના પિતા અને કાકાની પૂછપરછ કરવામાં આવી હતી. એ સાથે જાવેદના નજીકના મિત્રોના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.