પહલગામ હુમલા બાદ દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર વિરોધનો માહોલ દેખાય રહ્યો છે. તો બીજી તરફ 26ના જીવ લેનારાને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કેન્દ્રની સરકાર કરી રહી છે. આ હુમલાથી જમ્મુ અને કાશ્મીરની સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ તેમજ અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ખીણ અને પહાડો પર આવેલા 48 જેટલા રિસોર્ટ બંધ કરવામાં આવ્યા છે. બડગામમાં દુધપત્રી અને અનંતનાગમાં વેરિનાગ જેવા વિવિધ પર્યટન સ્થળો પણ પ્રવાસ માટે બંધ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે સરકારના આ નિર્ણયથી સ્થાનિક રોજગારી પર મોટી અસર થવાની સંભાવના છે. રિસોર્ટ બંધ કરાતાં ઘણા લોકોની આજીવિકા પર જોખમ ઉભુ થાય છે. આ વિસ્તારનો આજીવિકાનો મોટો ભાગા ટુરિઝમ દ્વારા મેળવે છે. જ્યારે આ હુમલા પગલે પહલગામમાં આગામી સમયમાં થયેલા બુકિંગ પણ કેસલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
આ હુમલાને વખોડી કાઢતાં લગભગ બે દાયકા બાદ કાશ્મીરીઓ રસ્તા પર ઉતર્યા હોવાનું મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહે જણાવ્યું હતું. તેમણે ગઈકાલે વિધાનસભામાં ખાસ નિવેદન આપ્યું હતું કે, કઠુઆથી માંડી કુપવાડા સુધી તમામ સ્થાનિકોએ આ આતંકવાદીઓ વિરૂદ્ધ દેખાવો કર્યા છે. તેઓ નિર્દોષ લોકોના નરસંહાર વિરૂદ્ધ એકઠા થયા છે. હુમલાખોરોને આકરી સજા આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ આતંકવાદીઓને શોધી શોધીને મારવાનું પ્રણ લીધું છે. ભારત સરકાર અને ભારતીય સુરક્ષા એજન્સીઓએ મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી આકરી કામગીરી હાથ ધરી છે. પહલગામમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકોને નિશાન બનાવી કરવામાં આવેલા હુમલા બાદ પ્રવાસીઓની સંખ્યા નહિંવત્ત થઈ છે. તેમજ ઉમર અબ્દુલ્લાહ સરકાર દ્વારા રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવતાં મુલાકાતીઓ પોતાનો પ્રવાસ રદ કરી રહ્યા છે. જેના લીધે સ્થાનિકોની રોજગારી છીનવાઈ છે. તેમની કમાણીનો એકમાત્ર સ્રોત છીનવાઈ જતાં જીવનધોરણ પર ગંભીર અસર થઈ શકે છે.
જિલ્લાઓ અને પ્રવાસન સ્થળોની યાદી
બાંદીપોરા- ગુરેઝ વેલી- બિન-સ્થાનિકો માટે બંધ
બડગામ- યુસમાર્ગ
બડગામ- તૌસીમૈદાન
બડગામ- દૂધપાથરી
કુલગામ- અહરબલ
કુલગામ- કૌસરનાગ
કુપવાડા- બંગસ
કુપવાડા- કરીવાન ડાયવર્ટ
કુપવાડા- ચંડીગામ
હંદવાડા- બંગુસ વેલી
સોપોર- વુલર/વોટલેબ
સોપોર- રામપોરા અને રાજપોરા
સોપોર- ચેહર
સોપોર- મુંડીઝ- હમામ- માર્કટ વોટરફોલ
સોપોર- ખાંપુ, બોસ્ની, વિઝિટોપ
અનંતનાગ- સૂર્ય મંદિર ખીરીબલ
અનંતનાગ- વેરીનાગ ગાર્ડન
અનંતનાગ- સિન્થન ટોપ
અનંતનાગ- માર્ગન્ટોપ
અનંતનાગ-આકાદ પાર્ક
બારામુલ્લા- હબ્બા ખાતૂન પોઈન્ટ કવાર
બારામુલ્લા- બાબરેશી તંગમાર્ગ
બારામુલ્લા-રિંગાવલી તંગમાર્ગ
બારામુલ્લા- ગોગલદરા તંગમાર્ગ
બારામુલ્લા- બદરકોટ તંગમાર્ગ
બારામુલ્લા-શ્રુંજ વોટરફોલ
બારામુલ્લા- કમાન્ડ પોસ્ટ ઉરી
બારામુલ્લા- નમ્બલાન વોટરફોલ
બારામુલ્લા- ઈકો પાર્ક ખાદનિયાર
પુલવામા- સંગરવાની
શ્રીનગર- જામિયા મસ્જિદ
શ્રીનગર- બદામવારી
શ્રીનગર- રાજૌરી કદલ હોટેલ કનાઝ
શ્રીનગર- આલી કદલ જેજે ફૂડ રેસ્ટોરન્ટ
શ્રીનગર- આઇવરી હોટેલ ગાંડતાલ (થીડ)
શ્રીનગર- પદશપાલ રિસોર્ટ્સ અને રેસ્ટોરન્ટ્સ (ફકીર ગુજરી)
શ્રીનગર- ચેરી ટ્રી રિસોર્ટ (ફકીર ગુજરી)
શ્રીનગર- નોર્થ ક્લિફ કાફે એન્ડ રીટ્રીટ બાય સ્ટે પેટર્ન (અસ્તાનમાર્ગ પેરાગ્લાઈડિંગ પોઈન્ટ)
શ્રીનગર- ફોરેસ્ટ હિલ કોટેજ (અસ્તાન મોહલ્લા, દારા)
શ્રીનગર- ઇકો વિલેજ રિસોર્ટ (દારા)
શ્રીનગર- અસ્તાનમાર્ગ વ્યુ પોઈન્ટ
શ્રીનગર અસ્તાનમાર્ગ પેરાગ્લાઈડિંગ સ્પોટ્સ
શ્રીનગર- મામનેથ અને મહાદેવ હિલ્સ (ફકીર ગુજરી દ્વારા)
શ્રીનગર- બૌદ્ધ મઠ, હરવન
શ્રીનગર- ડાચીગામ – ટ્રાઉટ ફાર્મ/ફિશ ફાર્મથી આગળ
શ્રીનગર- અસ્તાનપોરા (ખાસ કરીને કયામ ગઢ રિસોર્ટ)
ગાંદરબલ- લચપત્રી લેટરલ
ગાંદરબલ- હંગ પાર્ક
ગાંદરબલ- નારણાગ
