નવી દિલ્હીઃ ભારતના રિયલ એસ્ટેટ સંસ્થાકીય રોકાણકારોએ આ વર્ષે જાન્યુઆરી- સપ્ટેમ્બરના સમયગાળામાં ૩.૬ અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.
આ ઈન્વેસ્ટમેન્ટમાં ઓફિસ સ્પેસ ખરીદી સોદાઓનો હિસ્સો વધારે હતો. આ જાણકારી અમેરિકાની શેરબજાર નાસ્દાકમાં લિસ્ટેડ થયેલી ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસીસ અને ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની કોલિઅર્સ તરફથી પ્રાપ્ત થઈ છે.
