ભારત-નેપાળ વચ્ચે આજથી બે-સપ્તાહની સંયુક્ત લશ્કરી કવાયત

કાઠમંડુ/નવી દિલ્હીઃ ચીન સાથે અરૂણાચલ પ્રદેશના તવાંગમાં લશ્કરી ઘર્ષણ ઊભું થયું છે ત્યારે ભારત અન્ય પડોશી દેશ નેપાળ સાથે આજથી બે સપ્તાહ સુધી સંયુક્ત લશ્કરી કવાયત યોજવાનું છે. બંને દેશના લશ્કર જંગલ અને પહાડી વિસ્તારોમાં યુદ્ધ અને આતંકવાદ-વિરોધી કાર્યવાહીઓમાં તેમજ કુદરતી આફતો વખતે બચાવ/રાહત કામગીરીઓમાં સહકાર સુધારવા માટે આ સંયુક્ત રીતે લશ્કરી કવાયત કરવાના છે, જે વિશાળ પાયે હશે.

(તસવીર સૌજન્યઃ @adgpi)

’16મી વાર્ષિક સૂર્યકિરણ કવાયત’નું આયોજન નેપાળના સાલઝંડી પ્રાંતમાં આવેલી નેપાલ આર્મી બેટલ સ્કૂલ ખાતે કરવામાં આવશે. આ કવાયત 29 ડિસેમ્બર સુધી ચાલશે.