ભારતે લોન્ચ કર્યો પહેલો રિયુઝેબલ હાઇબ્રિડ રોકેટ RHUMI 1

નવી દિલ્હીઃ ભારતે તામિલનાડુ સ્થિત સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત પહેલો હાઇબ્રિડ રોકેટ RHUMI 1 લોન્ચ કરી દીધો છે. ત્રણ ક્યુબ સેટેલાઇટ અને 50 PICO સેટેલાઇટને લઈ નારા RHUMI રોકેટનું પ્રક્ષેપણ શનિવારે ECR પર ચેંગલપેટના થિરુવિડંઘઈ તટીય ગામમાંથી થયું. આ હાઇબ્રિડ રોક્ટ ભારતની અંતરિક્ષ યાત્રામાં એક ઉલ્લેખનીય ઉપલબ્ધિ છે.

RHUMI-1ને તામિલનાડુ સ્થિત સ્ટાર્ટ-અપ સ્પેસ ઝોન ઇન્ડિયા દ્વારા માર્ટિન ગ્રુપના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે. આ રોકેટ અવકાશમાં જઈને સંશોધન કરશે. RHUMI-1માં ત્રણ ક્યુબ સેટેલાઇટ અને 50  PICO સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા છે. જે સબ-ઓર્બિટલ ટ્રેજેક્ટરીમાં છોડવામાં આવે છે. આ સેટેલાઇટ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરશે અને ડેટા મોકલશે. RHUMI-1માં સામાન્ય-ઇંધણ આધારિત હાઇબ્રિડ મોટર અને ઈલેક્ટ્રિકલી ટ્રિગર પેરાશૂટ ડિપ્લોયરથી સજ્જ છે.

સેટેલાઇટ છોડ્યા બાદ પેરાશૂટની મદદથી રોકેટ પાછું નીચે આવશે. RHUMI-1માં પાયરોટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આનંદ મેગાલિંગમે RHUMI-1 રોકેટ મિશન પૂર્ણ કર્યું છે. આનંદ સ્પેસ ઝોન કંપનીના સ્થાપક છે. તેમણે આ રોકેટ અને સમગ્ર મિશન બનાવવા માટે ISRO સેટેલાઈટ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર ડો. એમ. અન્નાદુરાઈનું માર્ગદર્શન લીધું છે.

RHUMI-1 રોકેટમાં લિક્વિડ અને સોલિડ ફ્યુઅલ પ્રોપેલન્ટ સિસ્ટમ છે. જેથી ઓપરેશનલ ખર્ચ ઘટે અને ક્ષમતા વધે. સ્પેસ ઝોન ઇન્ડિયા એ એરો-ટેક્નોલોજી કંપની છે. તે સ્પેસ ઈન્ડસ્ટ્રીને ઓછા ખર્ચે યોગ્ય ટેક્નોલોજી અને સુવિધાઓ આપવા માંગે છે. RHUMI-1 રોકેટનું કુલ વજન 80 કિલો છે. તેમાંથી 70 ટકાનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

શું એની ખાસિયત?

RHUMI-1ને બનાવવા માટે કેટલીક અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની ફ્લેક્સિબિલિટી અને રિયુજેબિલિટી પર ભાર આપવામાં આવ્યો છે. એની મુખ્ય ક્ષમતાઓમાં એક એડજેસ્ટેબલ લોન્ચ એન્ગલ છે, જેને 0 અને 120 ડિગ્રીની વચ્ચે ક્યાંક સેટ કરવામાં આવે છે, જેની ટ્રેજેક્ટરી પર સટિક કન્ટ્રોલ કરી શકાય છે.