RCEP: ભારતીયોના હિતો સાથે સમાધાન નહીં

નવી દિલ્હીઃ ભારતે નિર્ણય કર્યો છે તે 16 દેશોની RCEP વ્યાપાર સમજૂતીનો ભાગ નહી બને. ભારતે કહ્યું છે કે તે તમામ ક્ષેત્રોમાં વૈશ્વિક પ્રતિસ્પર્ધાના દરવાજા ખોલવાથી ભાગી રહ્યું નથી પરંતુ તેણે એક પરિણામ માટે એક જોરદાર તર્ક રજૂ કર્યો, જે તમામ દેશો અને તમામ સેક્ટર્સ માટે અનુકૂળ છે. પ્રાપ્ત વિગતો અનુસાર RCEP શિખર સમ્મેલનમાં પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, RCEP સમજૂતીનું વર્તમાન સ્વરુપ RCEP ની માળખાગત ભાવના અને માન્ય માર્ગદર્શક સિદ્ધાંતોને પૂર્ણ રીતે વ્યક્ત નથી કરતા. આ વર્તમાન પરિસ્થિતીમાં ભારતના દીર્ઘકાલિક મુદ્દાઓ અને ચિંતાઓનું સંતોષજનક સમાધાન રજૂ કરતું નથી.

દેશના ખેડૂતો, વ્યાપારીઓ, પ્રોફેશનલ અને ઉદ્યોગ અને શ્રમિકો તેમજ ઉપભોક્તાઓનો હવાલો આપતા, જે આવા નિર્ણયોથી પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે જ્યારે હું તમામ ભારતીયોના હિતોના સંબંધમાં આરસીઈપી સમજૂતીને માપું છું તો, મને સકારાત્મક જવાબ નથી મળતો. એટલા મારો વિવેક મને RCEP માં જોડાવા માટે મંજૂરી નથી આપતો.

પ્રાપ્ત વિગતો અનુસાર RCEP માં ભારતનું વલણ વડાપ્રધાન મોદીના મજબૂત નેતૃત્વ અને દુનિયામાં ભારતના વધી રહેલા કદને દર્શાવે છે. ભારતના નિર્ણયથી ભારતીય ખેડૂતો, સુક્ષ્મ અને લઘુ તેમજ એમએસએમઈ અને ડેરી ક્ષેત્રને મોટી મદદ મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મંચ પર ભારતનું વલણ ખૂબ વ્યવહારિક રહ્યું છે. ભારતે જ્યાં ગરીબોના હિતોના સંરક્ષણની વાત કહી તો દેશના સેવા ક્ષેત્રને લાભની સ્થિતી આપવાનો પણ પ્રયત્ન કર્યો. ભારતના વિભિન્ન ક્ષેત્રોમાં વૈશ્વિક પ્રતિસ્પર્ધાને ખોલવામાં કોઈ હેસિટેશન ન દર્શાવ્યું. આ સાથે જ મજબૂતીથી એ વાત પણ મૂકી કે આનું જે પણ પરિણામ આવે તે તમામ દેશો અને તમામ ક્ષેત્રોને અનૂકુળ હોય.

ભારતે આ વાતચિતમાં પોતાના ઉત્પાદનો માટે બજાર પહોંચનો મુદ્દે ખૂબ જોર શોરથી ઉઠાવ્યો હતો. ભારત મુખ્ય રીતે પોતાના ઘરેલૂ બજારને બચાવવા માટે કેટલિક વસ્તુઓની સંરક્ષિત યાદીને લઈને પણ મજબૂત અપનાવી રાખ્યું હતું. દેશના ઘણા ઉદ્યોગોને એવી આશંકા છે કે ભારત જો આ સમજૂતી પર હસ્તાક્ષર કરે છે તો સ્થાનિક બજારમાં ચીનના સસ્તા કૃષિ અને ઓદ્યોગિક ઉત્પાદનોની પૂરબહારમાં આવી જશે.

વડાપ્રધાને કહ્યું કે, ભારત વ્યાપક ક્ષેત્રિય એકીકરણ સાથે મુક્ત વ્યાપાર અને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો પક્ષધર છે. RCEP વાર્તાઓની શરુઆત સાથે જ ભારત આની સાથે રચનાત્મક અને અર્થપૂર્ણ રીતે જોડાયેલું છે. ભારતે આપસી સમજ સાથે “લો ઓર દો” ની ભાવના સાથે આમાં સંતુલન બેસાડવા માટે કાર્ય કર્યું છે. મોદીએ કહ્યું કે, જ્યારે અમે પોતાની ચારે બાજુ જોઈએ છીએ તો સાત વર્ષની RCEP વાર્તાઓ દરમિયાન વૈશ્વિક આર્થિક અને વ્યાપાર પરિદ્રશ્ય સહિત ઘણી બાબતોમાં બદલાવ આવ્યો છે. આપણે આ બદલાવોને અવગણી ન શકીએ.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે હું RCEP કરારને તમામ ભારતીયોના હિતો સાથે જોડીને જોવું છું તો, મને સકારાત્મક જવાબ નથી મળતો. આવામાં મારી પોતાની અંતરાત્મા RCEP માં જોડાવા માટેની મંજૂરી આપતી નથી.

સુત્રોએ કહ્યું કે, હવે એ દિવસ દૂર થયા કે જ્યારે વ્યાપારના મુદ્દાઓ પર વૈશ્વિક શક્તિઓ સમક્ષ ભારતીય વાર્તાકારો દબાણમાં આવી જતા હતા. આ વખતે ભારત “ફ્રન્ટ ફૂટ” પર રમ્યું છે અને તેણે વ્યાપારિક ખોટને લઈને દેશની ચિંતાઓને ઉઠાવી છે. સાથે જ ભારતે ભારતીય સેવાઓ અને રોકાણ માટે અન્ય દેશોને પોતાના બજારોને ખોલવાનું પણ દબાણ બનાવ્યું છે.

સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (સંપ્રગ) સરકારના કાર્યકાળ દરમિયાન ભારતે વર્ષ 2007 માં ભારત-ચીન એફટીએની સંભાવનાને શોધવા અને 2011-12 માં ચીન સાથે આરસીઈપી વાતચિતમાં જોડાવાની મંજૂરી આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, સંપ્રગ દરમિયાન લેવામાં આવેલા આ નિર્ણયોના કારણે RCEP દેશો સાથે ભારતની વ્યાપારિક ખોટ જે વર્ષ 2004 માં સાત અરબ ડોલર હતી તે વર્ષ 2014 માં 78 અરબ ડોલર પર પહોંચી ગઈ. તે સમયે થયેલા આ નિર્ણયોના કારણે ભારતીય ઘરેલૂ ઉદ્યોગ હજીસુધી પ્રભાવિત છે.

આ વચ્ચે વ્યાપાર વિશેષજ્ઞોએ કહ્યું છે કે ભારતના RCEP સમજૂતીમાં શામિલ ન થવાના નિર્ણથી ઘરેલૂ ઉદ્યોગોને અયોગ્ય પ્રતિસ્પર્ધામાંથી બચાવી શકાશે.

ઉદ્યોગ જગત હતું ચિંતિત

ઉદ્યોગ જગતે પણ આ સમજૂતીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ઉદ્યોગ જગતનું કહેવું હતું કે, આયાત ડ્યુટી ઓછી કરવાથી કે રદ કરવાથી વિદેશથી મોટી માત્રામાં સામાન ભારત આવશે અને તેનાથી દેશના સ્થાનિક ઉદ્યોગોને ઘણું નુકસાન થશે. અમુલે પણ ડેરી ઉદ્યોગને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

શું છે RCEP?

આરસીઈપી એક ટ્રેડ એગ્રીમેન્ટ છે, જે સભ્ય દેશોને એકબીજા સાથે વેપારમાં સરળતા આપે છે. એગ્રીમેન્ટ અંતર્ગત સભ્ય દેશોને આયાત અને નિકાસ પર લાગતો ટેક્સ નથી ભરવો પડતો કે પછી ઘણો ઓછો ભરવો પડે છે. RCEPમાં 10 આસિયાન દેશો ઉપરાંત ભારત, ચીન, જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સામેલ થવાની જોગવાઈ હતી, જેમાંથી હવે ભારતે તેમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે.