મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ નિવૃત્તિ પછી ક્યાં રહેવા જશે?

નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા રંજન ગોગોઈ રિટાયરમેન્ટ બાદ અસમના ગુવાહાટીમાં શિફ્ટ થઈ શકે છે. ત્યાંની હાઈકોર્ટે તેમની સાથે જોડાયેલો એક પ્રસ્તાવ પારિત કર્યો છે. આમાં સીજેઆઈને રિટાયરમેન્ટ બાદ પીએ, કાર, અને ચપરાસી આપવાની વાતનો સમાવેશ થાય છે. બાર એન્ડ બેંચના એક રિપોર્ટ અનુસાર, આ પ્રસ્તાવ કોર્ટની પ્રોટોકોલ કમીટીએ તૈયાર કર્યો છે, ત્યારબાદ કોર્ટે પારિત કર્યો હતો.

પ્રસ્તાવ અનુસાર, રિટાયરમેન્ટ બાદ સીજેઆઈ ગોગોઈ ગુવાહાટી શિફ્ટ થઈ શકે છે. આ અહીંયાની હાઈકોર્ટ માટે સન્માનની અને ગર્વની વાત છે કે જે વકીલે અહીંયા ક્યારેક પ્રેક્ટિસ કરી હતી, તેઓ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થાના વડા બન્યા. આ જ કારણ છે કે પ્રોટોકોલ કમીટીએ તેમને સંસ્થાગત શિષ્ટાચાર અંતર્ગત સુવિધાઓ આપવા માટે પ્રસ્તાવ મૂક્યો છે.

પ્રોટોકોલ કમીટિએ મૂકેલા આ પ્રસ્તાવ, કોર્ટે સ્વીકાર્યા

  • CJI ગોગોઈ અને તેમની પત્નીની રોજિંદી જરુરિયાતો માટે એક પર્સનલ સચિવ હશે.
  • બંન્નેને ગ્રેડ IV નો પ્યુન મળશે. હાઈકોર્ટ આ સીવાય તેમને ગુવાહાટી સ્થિત બંગ્લા પર એક અન્ય પ્યુન પણ ઉપ્લબ્ધ કરાવશે.
  • જસ્ટિસ ગોગોઈને વાહનની સુવિધા પણ આપવામાં આવશે, જે સારી સ્થિતીમાં હશે.
  • એક નોડર અધિકારી પણ હશે, જેને રજિસ્ટ્રી દ્વારા પસંદ કરવામાં આવશે અને તે જ સીજેઆઈ ગોગોઈના પર્સનલ સચિવ સાથે કોન્ટેક્ટમાં હશે.

 

CJI રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટમાંથી આ 17 નવેમ્બરના રોજ રિટાયર થશે. તેમણે 2001 માં ગુવાહાટી હાઈકોર્ટમાંથી જજ તરીકે પોતાની કારકીર્દીની શરુઆત કરી હતી, જ્યારે આ પહેલા 2010 માં તેમની બદલી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં થઈ હતી.

2011 માં તેમને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યારે 23 એપ્રીલ 2012 ના રોજ તેઓને પ્રમોશન મળ્યું અને તેઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. બાદમાં ત્રણ ઓક્ટોબર 2018 ના રોજ તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા નિયુક્ત કરવામાં આવ્યા.