દિલ્હીમાં ભાજપ-આપ વચ્ચે ભારે રસાકસીઃ સટ્ટાબજારમાં પણ અસમંજસતા

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર-પ્રસારનો દોર ખતમ થયો છે ને આવતી કાલે મતદાન થવાનું છે. હવે હારજીતનું અનુમાન લગાવવાનું શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં આપ-કોંગ્રેસ કે ભાજપ –ત્રણમાંથી કઈ પાર્ટી જીતશે કે કઈ પાર્ટી હારશે, એના પર સૌની નજર લાગેલી છે, કેમ કે દિલ્હીમાં ત્રણ પાર્ટીએ દિલ્હી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. આ સાથે સટ્ટાબજાર પર પણ સૌની નજર લાગેલી છે.

દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે અને આઠ ફેબ્રુઆરીએ મતગણતરી થવાની છે. જે જણાવશે કે દિલ્હીમાં સત્તા પર ત્રીજી વાર આપની વાપસી થશે કે ભાજપનો ભગવો લહેરાશે. કે પછી કોંગ્રેસ કરશે કોઈ ચમત્કાર? દિલ્હીની ચૂંટણીમાં આ વખતે એટલી રસાકસી છે કે પરિણામનું આકલન કરવું ગણું મુશ્કેલ છે, કેમ કે અમુમાન અને વાસ્તવિકની વચ્ચે અંત હોવાની પણ શક્યતા છે. રાજસ્થાનમા આવેલા સટ્ટાબજારમાં પણ દિલ્હી ચૂંટણી લઈને ભારે અસમંજસતા પ્રવર્તી રહી છે, કેમ કે સટ્ટાબજારમાં બે વાર અનુમાન બદલાઈ ચૂક્યું છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોના એલાન સાથે ફલોદી સટ્ટાબજારે સત્તાધારી આમ આદમી પાર્ટી માટે 37થી 39 સીટો મળવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, પણ ચૂંટણીના બે સપ્તાહ પહેલાં સટ્ટાબજારે અનુમાન બદલી નાખ્યું હતું. નવા અંદાજ મુજબ હવે પાર્ટીને 38થી 40 સીટો મળવાનો અંદાજ છે.

સટ્ટાબજારે ભાજપને 25થી 35 સીટો મળવાની શક્યતા પણ દર્શાવી છે. આમ સટ્ટાબજારમાં આ વખતે કન્ફ્યુઝન ભારોભાર છે.