નવી દિલ્હીઃ હરિયાણામાં દુષ્યંત ચૌટાલા નવા નેતા તરીકે ઉભરી આવ્યા છે. પ્રશ્ન છે કે દેવીલાલના વારસાનો અસલી વારસદાર કોણ છે? વર્તમાન ચૂંટણીમાં INLD ની જે હાલત થઈ છે અને જનનાયક જનતા પાર્ટી જે પ્રકારે નવી તાકાત બનીને ઉભરી છે, તેને જોતા માનવામાં આવી રહ્યું છે કે દેવીલાલનો વારસો તેમના જ હાથમાં છે. આ આખી રાજનીતિમાં જેજેપી એક નવી તાકાત અને દુષ્યંત ચૌટાલા એક નવા નેતા કરીકે ઉભર્યા છે.
એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે દેવીલાલની વિરાસત તેમના હાથમાં છે. ગઈકાલે સવારે દુષ્યંત ચૌટાલાને ધારાસભ્યોએ પોતાના નેતા પસંદ કર્યા. ત્યારબાદ દુષ્યંત તિહાડમાં બંધ પોતાના પિતા અજય ચૌટાલાને મળ્યા. દુષ્યંત આ પહેલા આઈએનએલડીની ટીકિટ પર હિસ્સારના સાંસદ રહી ચૂક્યા છે. પરંતુ 2018 ની ટૂટ બાદ તેમણે જનનાયક જનતા પાર્ટીનું ગઠન કર્યું છે. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા છે જેમનો નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક છે. દુષ્યંતની પાર્ટીને 15 ટકા વોટ મળ્યા છે, જેમાં મોટા પ્રમાણમાં યુવાનોના વોટનો સમાવેશ થાય છે. જો કે હરિયાણાની વર્તમાન રાજનીતિમાં 10 ધારાસભ્યો સાથે પોતાનું પહેલું પગલું નક્કી કરવું દુષ્યંત માટે સરળ નથી. જેજેપીના સમર્થન બાદ હરિયાણાની વિધાનસભામાં બીજેપી ગઠબંધન પાસે કુલ 59 સીટો થઈ જશે જે બહુમતથી ઘણી વધારે છે.