અમરનાથમાં પૂરની આફતઃ બચેલાઓનાં મળવાની આશા ધૂંધળી

શ્રીનગરઃ હિમાલય પર્વતમાળામાં દક્ષિણ ભાગમાં આવેલી પવિત્ર અમરનાથ ગુફાની નજીકમાં જ ગયા શુક્રવારે વાદળ ફાટવાથી ઓચિંતા આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 જણના મરણ થયા છે અને બીજા 40 જણ હજી લાપતા છે. બચી ગયેલા લોકોના મળવાની આશા ધૂંધળી થતી જાય છે એવું અધિકારીઓનું કહેવું છે. બચી ગયેલા લોકોને શોધી કાઢવા માટે કામદારો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.

ભારતીય સેનાએ એ માટે મોટા યંત્રોની મદદથી કામગીરી હાથ ધરી છે. પૂરને કારણે પહાડો પરથી મોટા પથ્થરો ધસી પડ્યા હતા. કાટમાળ નીચે ઘણા લોકો દબાઈ ગયા હતા. જો કોઈ જીવતું મળી આવશે તો તે એક ચમત્કાર જ ગણાશે. ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.

આ વર્ષની અમરનાથ યાત્રા 43-દિવસની છે. તે ગઈ 30 જૂને શરૂ થઈ હતી અને 11 ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે સમાપ્ત થવાની છે.