નવી દિલ્હીઃ ભારતે કમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-31 નું સફળતપૂર્વક લોન્ચિંગ કર્યું છે. ભારતે આ કમ્યુનિકેશન સેટેલાઈટ GSAT-31 ને યૂરોપીય કંપની એરિયન સ્પેસના એરેનિયન રોકેટની મદદથી ફ્રેન્ચ યુગાના સ્થિત લોન્ચિંગ પેડ પરથી લોન્ચ કર્યું છે. મહત્વનું છે કે આ પહેલા પણ ઘણા સેટેલાઈટ્સ યુગાના લોન્ચ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ સેટેલાઈટની લાઈફ 15 વર્ષ છે. કક્ષાની અંદર રહેલા કેટલાક સેટેલાઈટ પર ઓપરેશનલ સેવાઓ પૂરી પાડવા માટે આ સેટેલાઈટ મદદરુપ સાબિત થશે અને જિયોસ્ટેશનરી કક્ષામાં ક્યૂ-બેન્ડ ટ્રાન્સપોન્ડરની ક્ષમતામાં વધારો કરશે. ‘૨,૫૩૫ કિલોગ્રામ વજનના આ ઉપગ્હને ફ્રેન્ચ ગુએનામાં કુરૂથી એરિયન-૫ (VA247)ના માધ્યમથી લોન્ચ કરવામાં આવ્યુ છે.
આ સેટેલાઈટ ઈસરોના ભૂતપૂર્વ INSAT/GSET સેટેલાઈટ શ્રેણીના સેટેલાઈટ્સનું ઉન્નત રૂપ છે. આ સેટેલાઈટ ભારતીય ભૂમી ભાગ અને દ્વીપોને કવરેજ પ્રદાન કરશે. GSAT-31નો ઉપયોગ વીસેટ નેટવર્ક્સ, ટેલિવિઝન અપલિન્ક્સ, ડિજિટલ સેટેલાઈટ સમાચાર એકઠા કરવા, ડીટીએચ ટેલિવિઝનની સેવાઓ, સેલ્યુલર બેક હોલ સંપર્ક અને આ પ્રકારની ઘણી એલ્પીકેશન્સમાં કરવામાં આવશે.