અમેરિકાની નવી યોજનાઓ ભારતીય વિઝા-અરજદારોનો સમય બચાવશે

નવી દિલ્હીઃ અમેરિકા માટે વિઝા મંજૂરીની રાહ જોતાં ભારતીયો માટે સારા સમાચાર છે. એમને હવે આ વિઝા ટૂંક સમયમાં મળી જશે, કારણ કે અમેરિકાની સરકારે અનેક નવાં પગલાં લીધાં છે અને યોજનાઓને અમલમાં મૂકી છે. એને કારણે તમામ ભારતીય અરજદારો માટે વેઈટિંગ પીરિયડ ઘટી જવાની શક્યતા છે.

અમેરિકાની સરકારે પહેલી વાર અરજી કરનાર લોકો માટે સ્પેશિયલ ઈન્ટરવ્યૂ શેડ્યૂલિંગ કર્યા છે અને તે માટે કોન્સ્યુલર સ્ટાફની સંખ્યા વધારી છે. આને કારણે અરજીઓના નિકાલની પ્રક્રિયા ઝડપી બનશે, વિલંબ બંધ થશે. ભારતીય વિઝા અરજદારોને રાહત થશે. દિલ્હીમાંની યૂએસ એમ્બેસી અને મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, હૈદરાબાદમાંની યૂએસ કોન્સ્યૂલેટ્સ ખાતે ગયા શનિવારે સ્પેશિયલ સેટરડે ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું.