વારાણસીઃ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)એ વારાણસીની જ્ઞાનવાપી પ્રાંગણમાં સર્વે શરૂ કરી દીધો છે. જ્ઞાનવાપી મસ્જિદની આસપાસ સુરક્ષા કરવામાં આવી છે. અલાહાબાદ હાઇકોર્ટે ASIને સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી છે.જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે પર હિન્દુ પક્ષના વકીલ સુધીર ત્રિપાઠીએ કહ્યું હતું કે મુસ્લિમ પક્ષે સર્વે રોકવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. આ વખતે ASIની ટીમમાં 61 સભ્યો છે.
ASIની ટીમ બે શિફ્ટમાં કામ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર પાસે મંજૂરી માગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાંજે સાત કલાક સુધી ASI સર્વે કરશે.હિંદુ પક્ષ ASI સાથે અંદર ગયો છે, જ્યારે મુસ્લિમ પક્ષે સર્વેમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે. મુસ્લિમ પક્ષ જ્ઞાનવાપી સુધી પહોંચ્યો ન હતો. જુમાને જોતાં રાજ્યમાં હાઈ એલર્ટ રાખવામાં આવ્યું છે. જ્ઞાનવાપીની આસપાસ મોટી સંખ્યામાં ફોર્સ તહેનાત કરવામાં આવી છે.
આ પહેલાં અલાહાબાદ હાઈકોર્ટે ASIને જ્ઞાનવાપીનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની પરવાનગી આપી હતી. જસ્ટિસ પ્રીતિંકર દીવાકરે કહ્યું હતું કે’ન્યાયના હિતમાં સર્વે જરૂરી છે.અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીની સર્વેને રોકવાની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આજે સુનાવણી થશે.
હિન્દુ પક્ષના સાત, મુસ્લિમ પક્ષના નવ લોકોને મંજૂરી
એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (સિટી) આલોક કુમાર વર્માએ સર્વે ટીમ સાથે હિન્દુ પક્ષના સાત અને મુસ્લિમ પક્ષના નવ લોકોને અંદર જવાની મંજૂરી આપી છે. જોકે હવે કોઈ ખોદકામ નહીં, GPR ટેક્નોલોજીનો ASI ઉપયોગ કરશે,