વિદેશી મહિલાને ટેટૂ બનાવડાવવું ભારે પડ્યું, જાણો શું છે આખો વિવાદ

ઓડિશામાં એક યુવતીને પોતાના પગ પર ટેટૂ બનાવડાવુ ભારે પડ્યું છે. એક વિદેશી મહિલાએ સાથળના ભાગ પર ભગવાન જગન્નાથનું ટેટૂ બનાવડાવ્યું હતું. જેનો ફોટો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. આ ફોટો વાયરલ થતાની સાથે જ સ્થાનિક લોકો અને ભક્તોએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

ભક્તો અને ધાર્મિક સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. લોકો માને છે કે ભગવાન જગન્નાથ ઓડિશાના પૂજનીય દેવતા છે. આમ, શરીરના ઓછા આદરણીય ભાગ પર તેની છબી ટેટૂ કરાવવી એ શ્રદ્ધાનું અપમાન છે. આ મામલાને ગંભીર ગણીને હિન્દુ સેનાએ ભુવનેશ્વરના શહીદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે તેને ધાર્મિક આસ્થાનું ઉલ્લંઘન ગણાવ્યું અને તપાસની માગ કરી. વિરોધ કરી રહેલા હિન્દુ સેનાના સભ્યએ કહ્યું, “ભગવાન જગન્નાથ અમારા પૂજનીય દેવ છે, જગન્નાથ અમારો પ્રેમ છે. જે રીતે રોકી ટેટૂએ ઓડિશાના 4.5 કરોડ લોકોની ભાવનાઓ સાથે રમત રમી છે. અમે તેની સખત નિંદા કરીએ છીએ. અમે એવી પણ માંગ કરીએ છીએ કે ટેટૂને તાત્કાલિક હટાવી દેવું જોઈએ અને રોકીએ ભગવાન શ્રી જગન્નાથના ધામમાં જઈને ભગવાન શ્રી જગન્નાથની માફી માંગવી જોઈએ. વિવાદ વકરતા વિદેશી મહિલાને તેની ભૂલ સમજાઇ અને તાત્કાલીક માફી માગી. તેણે એક વીડિયો જાહેર કર્યો, જેમાં તેણે પોતાની ભૂલ સ્વીકારી. આ સાથે તેમણે માત્ર ઓડિશાના લોકોની જ નહીં પરંતુ દેશભરના લોકોની માફી પણ માંગી હતી. મહિલાએ માફી માંગ્યા બાદ આ મામલો શાંત થઈ રહ્યો છે.