નવી દિલ્હી- ભારતીય વાયુસેનાનો નવા લડાકૂ વિમાનો માટેનો ઈન્તજાર વધુ લંબાઈ શકે છે. ભારતમાં બનનારા લડાકૂ એરક્રાફ્ટોની પંસદગી પ્રક્રિયા ચાલુ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા શરુ થવી મુશ્કેલ નજરે આવી રહી છે.
2016 માં જ્યારે 36 રાફેલ વિમાન ખરીદવાનો સોદો થયો હતો, તે જ સમયે ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે નવી વ્યૂહરચના કરાર નીતિ નક્કી કરવામાં આવી હતી, કે 110 લડાકૂ વિમાન બનાવવામાં આવશે. આ વિમાનોની નિર્માણ પ્રક્રિયામાં વિલંબ થયો છે, કારણ કે મોટી સંખ્યામાં રફાલ લડાકૂ વિમાનના સોદા પર વિવાદ ચાલી રહ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર આ સંબંધમાં સાત કંપનીઓએ જવાબ આપ્યો છે. અધિકારીઓ અનુસાર, મળેલ ઇનપુટ્સના આધારે વાયુ સેનાના હિસાબથી તકનીકી જરૂરિયાતોને પૂર્ણ કરવાની દીશામાં સંશોધન ચાલી રહ્યું છે. જે વિદેશી વેન્ડર્સોએ જવાબ આપ્યા છે, તેમના અધ્યયન કરીને વાયુ સેના તપાસ કરી રહી છે કે, આ સોદામાં કેટલા ટકા સ્વેદેશી નિર્માણની જોગવાઈ રાખવામાં આવે.
વાયુ સેનાની યોજના એ છે કે ભારતમાં બનનારા વિમાનોમાં સ્થાનિક હિસ્સો 45 ટકાથી ઓછો ન હોય. હવે આગામી લોકસભા ચૂંટણી બાદ નવી સરકારની રચના થયા બાદ જ કંપનીઓ વચ્ચે સ્પર્ધા શરુ કરાવી શકાય તેમ છે.
અત્યાર સુધીમાં જે કંપનીઓએ આ વિમાનોના નિર્માણમાં રસ દર્શાવ્યો છે, તેમાં અમેરિકાના બોઇંગ એફ / એ 18 અને લૉકહિડ માર્ટીન એફ 16, સ્વીન ડનની SAAB, રશિયાના મિગ 35 ઑ સુ 35 અને બ્રિટન / ઇટાલી / જર્મનીનું યુરોફાઇટર ટાયફૂનના નામ શામેલ છે. બોઇંગે મહિન્દ્રા અને એચએએલ, જ્યારે લોકહિડે ટાટા, તેમજ SAABએ અદાણી ડિફેન્સને ભારતીય ભાગીદાર તરીકે પસંદ કર્યાં છે.