નવી દિલ્હીઃ દેશના પ્રથમ સીડીએસ બનવા જઈ રહેલા જનરલ બિપિન રાવતને આજે સાઉથ બ્લોકમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આર્મીના પ્રમુખ તરીકે તેઓ આજે સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. ગાર્ડ ઓફ ઓનર બાદ તેમણે મીડિયા સાથે વાતચિત કરતા કહ્યું કે, જે સૈનીક આ ઠંડીમાં દેશની સેવા કરી રહ્યા છે હું તેમને શુભેચ્છાઓ પાઠવું છું. હું તેમના પરિવારને પણ શુભેચ્છાઓ પાઠવું છું કે જે તેમને સેવા આપવા માટે મદદ કરે છે. હું તમામ લોકો નવા વર્ષની શુભેચ્છાઓ આપું છું. ગું મનોજ નરાવણેને શુભેચ્છાઓ આપું છું અને નવા સેના પ્રમુખ તરીકે પણ તેમને શુભેચ્છાઓ. તમામ લોકોની મદદથી મેં પોતાના કાર્યકાળને પૂર્ણ કર્યો છે.
જનરલ બિપિન રાવતે કહ્યું હું આપને જણાવવા માંગુ છું કે સીડીએસ બસ હોદ્દો છે તે એકલો કામ ન કરી શકે, ટીમ વર્ક જ સફળતા અપાવે છે. બિપિન રાવત માત્ર એક નામ, ઈન્ડિયન આર્મી માત્ર એક ટીમ છે. એકલો વ્યક્તિ કોઈ કામ ન કરી શકે. હું ચીફ ઓફ આર્મી સ્ટાફ રહેતા સમયે જે કાર્યવાહી કરતો હતો તે સીડીએસ માટે નહોતી તે ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કરેલા મારા કામો હતા. હવે જો કોઈ જવાબદારી મને મળી રહી છે તો તેની રણનીતિ મામલે હું વિચાર કરીશ.