આ વર્ષે ભારતીયોએ ગૂગલમાં શું-શું જોયું?

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ વિશે બધા જાણે છે. યૂઝર્સ કોઈપણ જાણકારી માટે સૌથી પહેલા ગૂગલ સર્ચનો ઉપયોગ કરે છે. ગૂગલે પણ વર્ષ 2019 માં સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા મુદ્દાઓનું એક લિસ્ટ જાહેર કર્યું છે. ગૂગલ અનુસાર, આ વર્ષે લોકોએ Lok Sabha Elections, Chandrayaan 2 અને Article 370 જેવા મુદ્દાઓને સૌથી વધારે સર્ચ કર્યા છે. આટલું જ નહી પરંતુ કબીર સિંહ અને એવેન્જર્સ એંડગેમ જેવી ફિલ્મોએ પણ સર્ચ થવા મામલે બાજી મારી છે. આવો ન્યૂઝ અને સ્પોર્ટ્સથી લઈને ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલી ફિલ્મોનું ટોપ-5 લિસ્ટ જોઈએ.

સૌથી વધારે સર્ચ કરાયેલા મુદ્દા

જો ઓવરઓલ વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે સર્ચ કરાયેલા ટોપિકમાં ટોપ પર Cricket World Cup છે. ત્યારબાદ લોકોએ ने Lok Sabha Elections, Chandrayaan 2, Kabir Singh, Avengers: Endgame અને Article 370 જેવા મુદ્દાઓ સર્ચ કર્યા છે.

સૌથી વધારે સર્ચ કરાયેલા સમાચાર

સમાચારની વાત કરીએ તો ભારતમાં સૌથી વધારે LokSabha election results ને સર્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ લોકોએ ઈસરોના મિશન ચંદ્રયાન-2, આર્ટિકલ 370, ભારત સરકારની PM Kisan Yojana અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી જેવા મુદ્દાઓ સર્ચ કર્યા છે.

સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા વ્યક્તિત્વો

ખાસ વ્યક્તિત્વો કે જેને ગૂગલ પર સર્ચ કરવામાં આવ્યા છે તેમનું લિસ્ટ જોઈએ તો તેમાં પ્રથમ નંબર છે ઈન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર “અભિનંદન વર્ધમાન”નો. બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન એક મોટો ચહેરો બન્યા હતા. આ સીવાય લતા મંગેશકર, યુવરાજ સિંહ, આનંદ કુમાર, અને વિકી કૌશલને પણ સૌથી વધારે લોકોએ સર્ચ કર્યા છે.

સૌથી વધારે સર્ચ થયેલી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ

ગૂગલ પર વર્ષ 2019 માં સર્ચ કરવામાં આવેલી ટોપ સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ક્રિકેટ વર્લ્ડ કપ, પ્રો કબ્બડ્ડી લીગ, વિંબલડન કોપા અમેરિકા અને ઓસ્ટ્રેલિયન ઓપનનો સમાવેશ થાય છે.

સૌથી વધારે સર્ચ કરાયેલા What is…

લોકો કોઈપણ મુદ્દાને વિસ્તૃત રીતે સમજવા માટે અથવા તો શરુઆતથી સમજવા માટે આ રીતે સર્ચ કરે છે. ભારતીય યૂઝર્સે સૌથી વધારે What is Article 370, What is exit poll, What is a black hole, What is howdy Modi, What is e-cigarette જેવા મુદ્દાઓને સર્ચ કર્યા છે.