નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની પર્યટન નગરી મનાલીમાં ઉનાળામાં ફરવા જવું ખૂબ સારુ લાગે છે પરંતુ અચંબિત કરનારી વાત તો એ છે કે છેલ્લા ત્રણ મહિનાની અંદર પર્યટકોએ મનાલીમાં બે હજાર ટન જેટલો કચરો ફેંક્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મનાલીમાં આશરે બે લાખ પર્યટકો પહોંચ્યા હતા અને પર્યટકોએ આખા શહેરમાં રજાઓ માણી હતી, જો કે હજી પણ ત્યાં પર્યટકો આવી રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં ત્યાં કચરાનો ઢગલો લાગી ગયો છે અને તે કચરો મોટા પહાડમાં ફેરવાઈ ગયો છે.
રોહતાંગ દર્રે અને સોલંગમાં મનાલી શહેર અને તેની આસપાસની હોટલો પાસે મોટી માત્રામાં કચરો એકત્ર થયો છે. આ કચરાનો મોટો ભાગ પ્લાસ્ટિકયુક્ત મળી આવ્યો છે.
કચરાને જોતા પ્રશાસન અને નગરપાલિકાએ આના નિકાલની યોજના બનાવી છે. મનાલી નગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે પ્રતિદિન 100 ટન જેટલો કચલો સળગાવવાની ક્ષમતા વાળુ સંયંત્ર આવાનારા થોડા દિવસોમાં કામ કરવાનું શરુ કરી દેશે.
આ સીવાય નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે મનાલી અને કુલ્લૂ મહાપાલિકાને નિર્દેશ આપ્યા છે કે કચરાનો ડિસ્પોઝ કરવામાં આવે જેથી હિમાચલ પ્રદેશના પર્યાવરણ પર કોઈ પ્રભાવ ન પડે.