દેશમાં આ વર્ષે અનાજના વિક્રમસર્જક ઉત્પાદનનો અંદાજ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવા છતાં દેશમાં વર્ષ 2020-21માં વાર્ષિક અનાજ ઉત્પાદનનો આંક નવો વિક્રમ સર્જશે. સતત પાંચમા વર્ષે દેશમાં અનાજનું મબલખ ઉત્પાદન થવાનો અંદાજ છે. દેશમાં ઉનાળાના (ખરીફ) પાકની લણણીમાં અને શિયાળાના (રવિ) પાક માટે વાવણીમાંથી થનારી ઉપજ ગયા વર્ષ કરતાં વધારે થવાનો અંદાજ છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અનુમાન મુજબ, વર્ષ 2020-21માં અનાજનું ઉત્પાદન 303.4 લાખ ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષ કરતાં 2 ટકા વધારે થશે. ખેડૂતોએ 68.5 લાખ હેક્ટર જમીનમાં શિયાળાના પાક વાવી દીધા છે, જે ગયા વર્ષ કરતાં આશરે 3 ટકા વધારે છે. ભારતના ગ્રામીણ અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 39 ટકા છે.