નવી દિલ્હીઃ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે જૂનાં અને નવાં બધાં વાહનો માટે એક જાન્યુઆરી, 2021થી FASTags ફરજિયાત કરી દીધું છે, જેથી હાઇવે ટોલ કાઉન્ટરો પર ડિજિટલ ચુકવણી અને અડચણોને ઓછી કરી શકાય, પણ રાષ્ટ્રીય હાઇવેઝના ટોલ પ્લાઝા પર હાઇબ્રિડ લેન્સમાં FASTags અને રોકડ દ્વારા પેમેન્ટની છૂટ 15 ફેબ્રુઆરી, 2021 સુધી રહેશે, એમ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.
FASTag વિન્ડશીલ્ડથી જોડાયેલું સ્ટિકર છે અને રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નિકનો ઉપયોગ કરે છે, જેને બારકોડના રૂપમાં રાખવામાં આવે છે. આ એક વાહનના રજિસ્ટ્રેશનની વિગતવાર માહિતી અને બેન્ક એકાઉન્ટ સાથે સંકળાયેલો છે, જેના માધ્યમથી ટોલ ચાર્જીસ ચૂકવવામાં આવે છે. આ એક સંપૂર્ણ કેશલેસ લેવડદેવડ છે, જેમાં FASTag સ્કેનરના સરળ ઉપયોગથી સંભવ બનાવવામાં આવ્યો છે.
FASTag હાલમાં માત્ર ફોર-વ્હીલર્સ માટે ફરજિયાત છે, ટૂ-વ્હીલર્સને આમાંથી રાહત આપવામાં આવી છે. વેહિકલ્સની બે શ્રેણીઃ પેસેન્જરોને લઈ જતા ફોર-વ્હીલર્સ માટે કેટેગરી ‘M’ અને માલસામાન લઈ જતા વાહનો માટેના ફોર વ્હીલર્સની શ્રેણી માટે ‘N’ અને કેટલાક કેસોમાં પેસેન્જરોની ફેરી કરનારા વાહનોમાં એ ઉપયોગ કરી શકાય છે.
FASTagનો લાભ લેવા માટે વેહિકલ્સ માલિકે એક વાર ડિપોઝિટ ફી જમા કરાવવાની રહે છે, જેનો ખર્ચ વેહિકલની શ્રેણી પર નિર્ભર કરે છે. હળવાં વાહનો –કાર, વેન અને જીપ માટે રૂ. 200થી શરૂ થાય છે અને ભારે વાહનો જેવાં કે ટ્રેક્ટર, અર્થમુવિંગ મશીનરી વગેરે માટે રૂ. 500 સુધી જાય છે. હળવાં વાહનો માટે મિનિમમ રિચાર્જ રૂ. 100થી શરૂ થાય છે, જ્યારે ભારે વાહનો માટે મિનિમમ રિચાર્જ રૂ. 300થી શરૂ થાય છે.