કોરોનાના 20,035 નવા કેસ, 256નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.02 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 20,035 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 256 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,02,86,709 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,48,994 લોકોનાં મોત થયાં છે.  જોકે આ ખતરનાક બીમારીને 98,83,461 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 23,181 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,54,254એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 95.92 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.44 ટકા થયો છે.  

અમેરિકામાં કોરોનો વકર્યો

અમેરિકી સૌથી વધુ  કોરોના સંક્રમિત કેસો ધરાવે છે. માત્ર બુધવારે જ અમેરિકામાં ૧,૨૫,૦૦૦ લોકો હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. બુધવારે એક જ દિવસમાં ૩,૯૦૩ મૃત્યુ નોંધાતાં અને હોસ્પિટલમાં સંક્રમિત દર્દીઓની વધેલી સંખ્યાને જોતાં આશંકા સેવાઇ રહી હતી કે આવનારા ૨૪ દિવસમાં કોરોના અમેરિકામાં વધુ ૮૨,૦૦૦ લોકોને ભરખી જશે. ૨૩ જાન્યુઆરી,૨૦૨૧ સુધીમાં તો અમેરિકાનો મૃતાંક ૩,૮૩,૦૦૦ થી ૪,૨૪,૦૦૦ સુધીમાં આંકડાને આંબી શકે છે. કેલિફોર્નિયામાં સૌથી ગંભીર સ્થિતિ છે. અહીં સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.